માંડવી વિધાનસભા ના ધારાસભ્યશ્રી મા. શ્રી અનિરૂધ્ધભાઈ દવેના વર હસ્તે  એક સાથે ૭૫ જળાશયોના કામોનો પારંભ

માંડવી તાલુકાના મદનપુરા ગામેથી ભીમ અગિયારસ જેવા પવિત્ર દિવસે અંદાજીત રૂા. ૮ કરોડ થી વધારેના કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં ૩૯ ચેકડેમો અને ૩૧ નવા રી—ચાર્જ બોરવેલ ના કામો તેમજ માંડવીની રૂકમાવતી નદીમાં ૪ નવા રી—ચાર્જ બોરવેલના કાર્યનો શુભારંભ માંડવી વિધાનસભા ના ધારાસભ્યશ્રી મા. શ્રી અનિરૂધ્ધભાઈ દવેના વર હસ્તે બપોરે ૧૨:૩૯ કલાકે કરવામાં આવ્યું.

આ ૩૯ ચેકડેમો ગામ દરશડી, ગઢશીશા, જામથડા, મકડા, મંઉ, મોટા આસંબિયા, વિરાણી, વિરાણીનાભોઈ, ધુણઈ, ફરાદી, મસ્કા, મોટા ભાડીયા, નાના આસંબિયા, નાના ભાડીયા, રામપર(બિદડા–વિંગડીયા) સહિતના ગામોમાં કામ હાથ ધરવામાં આવશે. આ ૩૧ રીચાર્જ બોરવેલ ગામ બાડા, બાયઠ, ભીસરા, ભોજાય, દેઢિયા, ફરાદી, ગોધરા, હાલાપર, જખણીયા, કોકલીયા, મોટા લાયજા, મદનપુરા, પદમપર, રાજડા, રાયણ મોટી, સાભરાઈ, વિંઢ સહિતના ગામોમાં કામ હાથ ધરવામાં આવશે.

ભૂમિ પૂજનનું કાર્યકરતા માંડવી વિધાનસભા ના ધારાસભ્ય મા. શ્રી અનિરૂધ્ધભાઈ દવે જણાવ્યુ હતુ કે દેશના વડા પ્રધાન મા.શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના અમૃતકાળની અંદર દેશ માટે કાર્યકરવા જણાવ્યુ છે ત્યારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિંચાઈ વિભાગ માંથી માંડવી વિધાનસભા મત વિસ્તાર માં ફેબ્રુઆરી માસ માં ૧૦૨ ચેક ડેમ અને મેં માસ માં ૭પ જળાશયોના કામો માટે મંજુરી આપી તે બદલ આભાર વ્યકત કરતા જણાવ્યુ હતુ કે સૌ એ સાથે મળીને પોત પોતાના વિસ્તારમાં જળ સંગ્રહ થાય તે માટે કામ કરવુ જોઈએ જેમાં સો ખેડુત મિત્રોએ પોતાની વાડીમાં હૈયાત બોર રી—ચાર્જ કરે ખેત તલાવડી બનાવે એટલે કે સીમ નું પાણી સીમ માં અને ખેતર નું પાણી સીમ એ યુકિતને સાર્થક કરે,

આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, જીલ્લા પંચાયતના સદસ્યા શ્રીમતી ગંગાબેન સંધાણી, તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંધાર, જીલ્લા પંચાયત સિંચાઈ સમીતીના ચેરમેન શ્રી ધનજીભાઈ આહિર તથા અમુલભાઈ દેઢિયાએ પ્રાસંગિક ઉદબોધન આપેલ. મદનપુરા મધ્યે યોજાયેલ આ કાર્યક્રમમાં શ્રી વિરમભાઈ ગઢવી, ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના મંત્રી શ્રી રાજેશભાઈ ગઢવી, સિંચાઈ વિભાગના અધિકારીશ્રી વિશાલદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહેલ.

આ પ્રંસગે તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા ભાજપના પ્રમુખ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના સભ્યો, ગ્રામ પંચાયતોના સભ્યો અને આગેવાનો સાથે સહુ મદનપુરા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનો સંચાલન શ્રી સુરેશભાઈ જોષી એ કરેલ અને આભાર વિધી જયંતિલાલ પટેલ એ કરેલ હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *