
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ના સાંસદ દિપસિહ રાઠોડ દ્વારા આજે તઆ31મે ના રોજ હિંમતનગર ના નવા વિશ્રામગૃહ હોલ ખાતે દિપસિહ રાઠોડ તેમજ રાજ્યસભાના સભ્ય રમીલાબેન બારા ની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા 31મે થી 30જૂન સુધીના ભાજપ દ્વારા નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વના નવ વર્ષ ના શાસનમાં ભારતનો વિકાસ તેમજ ભષ્ટ્રાચાર મુક્ત ભારત સહિતના જનજન ના વિકાસ માટે કરેલા વિકાસકાર્યો સહિતની વિવિધ વાતો વિકાસલક્ષી મુદ્દાઓ તેમજ ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ તમામે તમામ મુદ્દાઓ જનતા સાથે પહોંચાડવા પ્રબુધ્ધ લોકોની મુલાકાતો ગામે ગામ અને ઘર ઘર સુધી જનતા સંપર્ક સહિતના ભાજપના એજંન્ડા પ્રમાણે ના કાર્યક્રમો નું વિસ્તૃત માહિતી સંસદસભ્ય શ્રી દિપસિહ રાઠોડ તેમજ રમીલાબેન બારા વગેરેએ આપી હતી.આ પ્રસંગે પ્રમુખ જે.ડી પટેલ જિલ્લા પ્રભારી ગજેન્દ્ર ભાઈ સક્સેના મહામંત્રી વિજયભાઈ પંડ્યા મહેન્દ્રસિંહ રહેવર ધારાસભ્ય શ્રી વિનેન્દ્ધસિહ ઝાલા પ્રાંતિજ તાલુકાના ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા ભાજપ પ્રદેશ ના મહિલા ઉપપ્રમુખ કુ.કૌશલ્યાકુવરબા અશ્વિનભાઈ કોટવાલ ઇડરના લલિતભાઈ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો આગેવાનો અને મીડીયા કર્મીઓ આ પત્રકારો તેમજ જિલ્લા ભાજપના મીડિયા કન્વીનર પંકજભાઈ ધુવાડ તેમજ દિવ્યેશભાઈ ભાવસાર તેમજ જિલ્લા ના મીડીયા સેલ હોદ્દેદારો પત્રકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા…..