
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્થિત ધી.મ.લા.ગાંધી કેળવણી મંડળ દ્વારા સંચાલિત બી.ડી.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ભૂતપુર્વ તાલીમાર્થી સંઘનો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી ભિખુસીંહ પરમારે હાજરી આપી હતી.
ભૂતપૂર્વ તાલીમાર્થી સંઘના લોકો સાથે મળી મંત્રીશ્રી એ ચર્ચા કરી અને ખુશી વ્યક્ત કરી. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના કેળવણીકાર દાઉદભાઈ ઘાંચી, પદ્મશ્રી તથા વરિષ્ઠ પત્રકાર શ્રી દેવેન્દ્ર ભાઈ પટેલ, હેમ. ઉત્તર ગુજરાત યુનિવર્સીટી નાં કુલપતિ શ્રી રોહિતભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર મોદી અને પ્રભારી મંત્રીશ્રી જયેશભાઈ દોશી, ઘનશ્યામભાઈ શાહ દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્યશ્રી બીપીનભાઈ પટેલ તથા સમગ્ર સ્ટાફને અભિનંદન આપ્યા હતા.