
ડીસા ની જાણીતી સંસ્થા ઇન્ટરનેશનલ લોહાણા મહીલા મંડળ સેવાકીય કાર્ય માં અગ્રેસર છે તાજેતર માં તેઓએ વૃદ્ધાશ્રમ સેલટર હોમ અને સલ્મ વિસ્તાર માં ચપ્પલ કેરીનો રસ અને ભોજન આપ્યું હતું અને હાલ એક દિવસીય પ્રવાસ ડીસા થી થરા જલારામ મંદિર મોમાઈ મોરા વ્રજવાણી અને કબરાઉ મોગલધામ ના પ્રવાસ નું આયોજન કર્યું તેમાં બે લક્ઝરી બસ દ્વારા આ પ્રવાસ નું આયોજન કરી સર્વે ને ત્યાં દર્શન કરાવ્યા તેમજ વિવિદ્ય સ્થળો પર જઇ આનંદ માણ્યો ડીસા થી થરા જલારામ મંદિર ના ટ્રસ્ટી ઓ દ્વાર ઇન્ટરનેશનલ મહીલા મંડળ નું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ના પ્રમુખ આનંદ ભાઈ ઠકકર ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો આ પ્રવાસ દરમ્યાન દિલીપભાઈ રતાણી ડો જગદીશભાઈ હિતેશ સોનપાલ અમરતભાઈ પઢીયારે યશ ઠકકર સફળ બનાવવા સહકાર આપ્યો હતો ઇન્ટરનેશલ મહીલા મંડળ ના પૂજાબેન બીનાબેન રિપલ ઠકકર સરોજબેન ઠકકર દ્વારા આવેલ પ્રવાસી ઓનું ધ્યાન રખાયું હતું ઇન્ટરનેશનલ મહીલા મંડળ દ્વારા નાસ્તો અને ભોજન ની સરસ વ્યવસ્થા કરાઈ હતી
આનંદ ઠકકર ડીસા