રાનકુવા હાઈસ્કૂલમાં વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણી

રિપોર્ટ, મયુર પટેલ

સ્કૂલના પરિસરમાં ૩૦૦થી પણ વધારે વ્રુક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું ‌

શ્રી બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા હાઈસ્કૂલમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, વન સંરક્ષણ વિભાગના નિવૃત્ત(RFO) સુરેશભાઈ પટેલ, ફોરેસ્ટ ઓફિસર પ્રવીણભાઈ પટેલ, બીટ ગાર્ડ મોનાલીબેન પટેલ અને શાળાના ઇકોક્લબ, એન.સી.સી.તથા એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. શાળાના 1400 જેટલા બાળકોએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શાળાના પરિસરમાં, પોતાના ઘરની આસપાસ અને પડતર જમીનમાં વૃક્ષો વાવી પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણના સંકલ્પ સાથે શાળા પરિવારના તમામ સભ્યોએ શપથ પત્રનું વાંચન કર્યું હતું. શાળાના આચાર્યશ્રી સંજયસિંહ પરમારે હવા, પાણી અને ખોરાક માટે તથા વાતાવરણને પ્રદૂષિત થતા બચાવવા માટે એકમાત્ર ઉપાય તરીકે વૃક્ષ વાવવાની સલાહ આપી હતી. શાળાનું વાતાવરણ વૃક્ષની જાળવણીને લગતા સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. સંચાલક મંડળના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન સાથે વન પ્રેમી એવા પ્રો.જશુભાઈ નાયકે શાળાના કામને બિરદાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *