ઇન્દિરા સર્કલ નીચે ‘રોપા વિતરણ ‘કરવામાં આવ્યા

તારીખ 5 જૂન ના દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાન રવિવાર તારીખ 4 ના રોજ ઇન્દિરા સર્કલ નીચે ‘રોપા વિતરણ ‘ નો એક સરસ મજાનો પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો. તેમણે વર્ષો થી ‘ save water save life’ પર કામ કરતા નીલ અને વ્રીતિકા ને પ્રોત્સાહન આપવા માટે ડેન્ટલ સર્જન ડો. તકવાની સાહેબ એ સહર્ષ ભાગ લીધો. આ કાર્યક્રમ માં bjp મંત્રી પલ્લવીબેન પોપટ અને રઘુવંશી ફ્રેન્ડ્સ લેડીસ ક્લબ ના પ્રમુખ જાગૃતિ બેન ખીમાણી પણ જોડાયા. આ પ્રોગ્રામ ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહ, કમલેશભાઈ મિરાણી, ચેતનભાઈ સુરેજા, નીરૂભા, જોશનાબેન,રજનીભાઈ ગોલ (વોડ નંબર 10 BJP પ્રમુખ), ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા ની હાજરી સેંકડો રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. વિશ્વ આખું જ્યારે ગ્લોબલ વોર્મિંગ નો સામનો કરી રહ્યું છે. ગરમી નું સ્તર ખરાબ રીતે વધી રહ્યું છે. ત્યારે આવા અઢળક પ્રોગ્રામ કરી લોકોને પ્રકૃતિ બચાવવા વિશે જાગૃત કરવા જોઈએ તેમ બાળ વૈજ્ઞાનિકો નીલ અને વ્રીતિકા નું માનવું છે. રોપાઓનું તુલસી, મોગરો, જાચુદ, ડોલર, ચિની ગુલાબ, જામફળ, જેવા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *