




કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,
▶️ ગુજરાત સરકાર ધ્વારા દર વર્ષે શાળા ઓ ખુલતા જ જૂન માસમાં ૩ દિવસ સુધી પ્રવેશોત્સવ ઉજવામાં આવે છે.
▶️ પ્રવેશ લેનાર તમામ બાળકોની નોંધણી, વજન, ઉંચાઇ બોડીમાસ ઇન્ડેક્ષ માપવામાં આવશે.તમામ બાળકોનું
▶️ તમામ બાળકોનું આભાકાર્ડ સી.એચ.ઓ. અને નોડલ શિક્ષક ધ્વારા જનરેટ કરવામાં આવશે.
▶️ બાળકના હીમોગ્લોબીન ની ચકાસણી કરવામાં આવશે.
▶️ આંખોની તપાસ ઇકાર્ડ ધ્વારા કરવામાં આવશે.
▶️ તમામ બાળકોનું (Head To Toe) સ્કીનીંગ આર.બી.એસ.કે. ટીમ ધ્વારા કરવામાં આવશે. અને હેલ્થ પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવશે જે ડેટા ડાયરેક્ટ શિક્ષણ વિભાગના પોર્ટલ પર ટ્રાન્સફર થશે.
▶️ જરુરીયાત વાળા બાળકોની સ્થળ પર જ સારવાર આપવામાં આવશે.
▶️ વધુ સારવાર ની જરુરીયાત વાળા બાળકોને રીફર કરવામાં આવશે.
▶️ બાળકોના પર્સનલ હાઇજીન બાબતે આઇઇસી કરવામાં આવશે.
▶️ ધોરણ ૫ અને ધોરણ-૧૦ ના બાળકોને ટીડી વેકસીન આપીને સુરક્ષીત કરવામાં આવશે.
▶️ આજ રોજ જિલ્લામાં ધારાસભ્યશ્રી,નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અધિકારીશ્રીઓના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો તેમજ બાળકોના આરોગ્ય તપાસ કરી મહાનુભાવોના હસ્તે આરોગ્ય કાર્ડ પણ આપવામાં આવ્યા. આ તમામ માહિતિ તાલુકા હેલ્થ સુપરવાઈઝર વ્યારા શ્રી રાજેશભાઈ શેઠે આપી છે