વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત શહેર ભાજપ દ્વારા વેપારી સંમેલન યોજાયું

વેપારી અગ્રણીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરીને સમર્થન દર્શાવ્યું

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ મોદી સરકારના ૯ વર્ષ પૂર્ણ થવા પર ભાજપા દ્વારા ચાલી રહેલ વિશેષ જનસંપર્ક અભિયાન અન્વયે શહેર ભાજપ દ્વારા તા. ૧૨ જૂન ૨૦૨૩, સોમવારે સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, સે.૧૭ ખાતે વેપારી સંમેલન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે પાટણ જિલ્લા પ્રભારી અને અમરાઈવાડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જગદીશભાઈ પટેલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી સંમેલનમાં હાજર વિવિધ ક્ષેત્રના વેપારીઓને કેન્દ્રની ભાજપા સરકારની છેલ્લા ૯ વર્ષની કામગીરી અંગે વિગતવાર રીતે માહિતગાર કર્યા હતા અને ભાજપા સરકાર હમેશા વેપારીઓના હિતને ધ્યાનમાં રાખી કાર્ય કરતી આવી છે અને આગળ પણ કરતી રહેશે તેમ જણાવ્યું હતું. ઉપસ્થિત વેપારી અગ્રણીઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરીને સમર્થન દર્શાવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (દાસ), સંગઠનના હોદ્દદારો, કોર્પોરેટરો, વિવિધ ક્ષેત્રના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *