રિપોર્ટ ,મયુર પટેલ


મહુવા તાલુકા માધ્યમિક શાળા ના પગારદાર કર્મચારીઓને ક્રેડિટ સોસાયટી ની સામાન્ય સભા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ ની અધ્યક્ષતા માં આનવલ હાઈસ્કૂલ માં મળી હતી જેમાં પ્રમુખ શ્રી પ્રેમભાઈ ગોસ્વામી એ નિવેદન વાંચી સૌને આવકાર્યા હતા મંત્રી શ્રી રમેશ ભાવસાર હિસાબો નું વાંચન કરી એજન્ડા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સર્વાનુમતે હિસાબો મંજૂર કરાયા હતા સોસાયટી ના પ્રમુખ શ્રી પ્રેમભાઈ ગોસ્વામી 2012 થી કામગીરી સતત કામગીરી કરી સોસાયટી ને શિખર પર પહોંચાડી હતી અને 100000 થી 500000 સુધીનું ધિરાણ આપવાનું એમના નેતૃત્વમાં થયું હતું અને પાર દર્શક વહીવટ આપનાર પ્રેમભાઈ ગોસ્વામી પ્રમુખ પદે નિવૃત થનાર હોય સોસાયટી ના સભ્યો એ એમનું ભવ્ય સન્માન કર્યું હતું આ તબક્કે મહેમાન શ્રી ઝવેર ભાઈ, રામભાઈ, મહેંદ્ર ભાઈ, મહુવા તાલુકાના આચાર્યો, Bhupendra bhai, અજય ભાઈ, નિલેશ ભાઈ, પ્રણય પરમાર, વિજય ભાઈ, અજીત સિંહ Surma એ શુભેચ્છા આપી હતી, ગમન ભાઈ ઢીમ્મર એ પ્રેમકુમાર ગોસ્વામી ના કર્યો ની ગાથા કહી હતી અને તમામ કારોબારી સભ્યો એ સન્માન કરી સ્મૃતિ ભેટ આપી હતી પ્રેમકુમાર ગોસ્વામી એ સૌ નો આભાર માન્યો હતો અને આ સભામાં મંત્રી શ્રી રમેશ ભાવસાર નું પણ સન્માન કરવામાં આવ્યું હતું તથા નવા મંત્રી તરીકે valvada હાઈસ્કૂલ ના ધર્મેશ ભાઈ મહેતા ની નિમણૂક કરવામાં આવી હતી