










કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,
આજ રોજ 23 જુન ડો. શ્યામાપ્રસાદ મુખરજી ના બલિદાન દિવસ નિમિત્તે તાપી જિલ્લા ભાજપ યુવા મોરચા વ્યારા નગર દ્વારા તરણકુંડ હોલ, વ્યારા ખાતે રક્તદાન શિબીર નો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 171 વ્યારા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી , જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી વિક્રમભાઇ તરસાડીયા , શ્રી પંકજભાઇ ચૌધરી , અલ્પકાલિન વિસ્તારક શ્રી કેયુરભાઇ ચપટવાલા , તાપી જિલ્લા યુવા મોરચા અધ્યક્ષ શ્રી વિરલભાઇ કોંકણી , સાથે યુવા મોરચાના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યારા નગર યુવા મોરચાના પ્રમુખ શ્રી અક્ષયભાઇ પંચાલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.