
૨૫,૨૬,૨૭ જૂને વિસ્તારકો અને કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક કરી કેન્દ્રની ભાજપા સરકારની ઉપલબ્ધિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત, નિર્ણાયક, દૂરંદેશી નેતૃત્વ અંગેની વાત પંહોચાડશે.


ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૯ વર્ષ પૂર્ણ થવા પર તેમજ પ્રદેશ ભાજપની અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત ૨૫,૨૬ અને ૨૭ જૂન ૩ દિવસ વિસ્તારકો અને કાર્યકર્તાઓ પ્રત્યેક બૂથમાં ઘર ઘર સંપર્ક કરી કેન્દ્રની ભાજપા સરકારની ઉપલબ્ધિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત, નિર્ણાયક, દૂરંદેશી નેતૃત્વ અંગેની વાત પંહોચતી કરશે. ભાજપની સુનિયોજિત સંગઠન વ્યવસ્થા અને કાર્યકર્તાઓની ફોજ એ ભાજપની મોટી તાકાત છે. ભાજપ સંગઠન હમેશાં વિવિધ કાર્યક્રમો થકી જનતા વચ્ચે રહે છે. સારા અને સંકટના બન્ને સમયે ભાજપાનો કાર્યકર્તા જનતાની પડખે ઊભો જણાય છે.


અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વર્ચ્યુઅલ માધ્યમથી ડોર ટુ ડોર સંપર્ક અભિયાનની કાર્યસૂચિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીનગર ઉત્તર વિધાનસભાની કાર્યશાળાનું આયોજન સે.૨૮ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ સંગઠનના મંત્રી અને ગાંધીનગર મહાનગરના પ્રભારી નૌકબેન પ્રજાપતિ ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, ઉત્તર વિધાનસભાના વિસ્તારક પ્રવીણભાઈ પંડ્યા, મહામંત્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (દાસ), સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, બુથના વિસ્તારકો, બુથ પ્રમુખ, અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.