રિપોર્ટ, મયુર પટેલ

મહુવા તાલુકાના પ્રા. આ. કેન્દ્ર વલવાડા દ્વારા ભગવાનપૂરા હાઇસ્કૂલ ખાતે મલેરીયા, ટીબી,લેપ્રોસી રોગ તેમજ સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા અંતર્ગત આરોગ્ય ના જાગૃતિ રૂપે શીબીરનું આયોજન કરેલ હતું જેમાં ભગવાનપૂરા હાઇસ્કૂલના આચાર્ય શિક્ષકગણ,વિધાર્થીઓ,આરોગ્ય સ્ટાફ,આશાબેનો હાજર રહ્યા હતા જેમાં ડો. હિમાંશુ બી. પટેલ મે.ઓ.વલવાડા દ્વારા મલેરીયા ટીબી,લેપ્રોસી રોગ તેમજ સઘન ઝાડા નિયંત્રણ પખવાડીયા અંતર્ગત ઝાડાના રોગ અને તેની ગંભીરતા વિષે તેમજ ગુડ હેન્ડ વોશિંગ પધ્ધતિ અને સ્વચ્છતા વિષે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમ સફળ બનાવવાં આરોગ્ય સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.અંતે ભગવાનપૂરા હાઇસ્કૂલના આચાર્ય શ્રીમતી ભારતીબેન પટેલ દ્વારા આભારવિધી કરી કાર્યકર્મ પૂર્ણ કર્યો હતો.