
તાલુકા ચીફ મકબુલ હુસૈન
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના કેન્દ્ર સરકારના 9 વષઁ પૂર્ણ થતા વિશેષ જન સંપર્ક અભિયાન અંતર્ગત અનુ.જાતિ મોરચા દ્વારા ઈડર તાલુકાના બોલુન્દ્રા ( સો ) , વિરપુર અને રુદરડી ખાતે લાભાથિઁઓની મુલાકાત કરવામાં આવી. આ અભિયાનમાં પ્રવાસી વિસ્તારક કનુભાઈ પ્રણામી, સા.કાં.ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ રાજેશભાઇ પરમાર , ઈડર તાલુકા ભાજપ ઉપ પ્રમુખ વષાઁબેન વણકર, બેચરભાઈ ચેનવા હાજર રહેલ.