અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા દ્વારા “મેરા બુથ સબસે મજબુત” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ ની વિષેશ ઉપસ્થિતમા સૌએ મેરા બુથ સબસે મજબૂત કાર્યક્રમ નિહાળ્યો

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇજીએ ભોપાલ થી “મેરા બૂથ સબસે મજબૂત” કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશનાં દસ લાખ બુથો પર ઉપસ્થિત કાર્યકર્તાઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કર્યો. જે અંતર્ગત ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલે બુથ કાર્યકર્તા સાથે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે આ સંવાદ ને નિહાળ્યો અને આદરણીય વડાપ્રધાનશ્રીના અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શન મેળવ્યા.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી વિનોદભાઈ પટેલ, વિધાનસભાના પ્રભારી શ્રી જનકભાઈ ધામેલીયા,જિલ્લા ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ ઝા, જિલ્લા શ્રી જગદીશભાઈ શાહ, નગરપાલિકા પ્રમુખ શ્રી વિનયભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, શહેર મહામંત્રી મિનેશ ગાંધી, ચુંટાયેલા સભ્યો અને કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *