ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપની ભવ્ય બાઈક રેલી યોજાઇ

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ, શહેર પ્રમુખ, ધારાસભ્ય, મેયર સહિતના આગેવાનો રેલીમાં જોડાયા.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગ યાદી જણાવે છે કે, તા. ૨૮ જૂન ૨૦૨૩, બુધવારે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારના સફળ ૯ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી અને યુવાઓના પ્રિય હર્ષભાઈ સંઘવી, પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રશાંત કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય બાઈક રેલી યોજાઇ હતી. પેથાપુર ચાર રસ્તા પર વીર મહારાણા પ્રતાપની પ્રતિમાથી બાઈક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય સર્કલ, કુડાસણ ખાતે રેલીનું સમાપન થયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર હિતેશ મકવાણા, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, યુવા મોરચા પ્રભારી ડો. નિસર્ગ વ્યાસ, શહેર યુવા મોરચા પ્રમુખ યુવરાજસિંહ ચાવડા સહિત ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને યુવાનો જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *