












ચૂંટણી પહેલા ચોપડા વિતરણના માધ્યમથી શિક્ષણ સેવા તો થાય પરંતુ ચૂંટણી જીતીને શિક્ષણ સેવાના રથને અવરીત ચાલુ રાખવાનું કામ ધારાસભ્યશ્રી હાર્દિક પટેલ દ્વારા થઇ રહ્યું છે. ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની પ્રેરણા અને અમારા જન સેવાશ્રમ ટ્રસ્ટના માધ્યમથી આજે દેત્રોજ તાલુકાના જેઠીપુરા, નાની રાન્તાઇ, મોટી રાન્તાઇ અને બાંટાઇ ગામની પ્રાથમિક શાળાન ૨૯૨ વિદ્યાર્થીઓને ૬૮૬ નોટબુક તથા ૭૫૬ ચોપડા વિતરણ કરવામાં આવ્યું તથા ગામની બહેનો સાથે સંવાદ કર્યો.