ડીસા રોટરી ક્લબ દ્વારા મીની મેરેથોન દોડ યોજાઈ


સતત સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજ માં અનોખું સ્થાન ઉભુ કરનાર રોટરી ક્લબ ડીસા ના નવ નિયુકત પ્રમુખ શ્રી ડૉ.ડીકેશભાઈ ગોહેલ દ્વારા એમના કાર્યકાળ ના પ્રથમ દિવસે પહેલી જુલાઈ ના દિવસે સવારે છ વાગે બેંક ઓફ ઇન્ડિયા ના સહયોગ થી ટુંકી મેરેથોન દોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં રોટરી ક્લબ ડીસા ના સભ્યો, જુદી જુદી કોલેજો ના વિદ્યાર્થી મિત્રો તેમજ આઇ.એમ. એ ના ડોક્ટર્સ મિત્રો,બેંક ના કર્મચારીઓ, પોલીસ મિત્રો તેમજ અલગ અલગ સંસ્થા માંથી પધારેલ ભાઈઓ તેમજ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. તેમજ વિજેતા થયેલા ત્રણેય કેટેગરી ના સ્પર્ધકોને ગોલ્ડ,સિલ્વર, અને બ્રોન્ઝ મેડલ થી નવાજવા માં આવેલ. આ મેરેથોન દોડ નો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનો માં હેલ્થ અંગે જાગૃતિ આવે તેમજ યુવાનો વ્યસનો થી દુર રહી નાગરિક તરીકેની ફરજો તેમજ રોટરી દ્વારા થતી પ્રવૃત્તિની જાણકારી આપવાનો હતો. દોડના પ્રારંભે સ્પર્ધકોને પ્રતિજ્ઞા લેવડાવી હતી જેમાં યુવાનોને હંમેશા વ્યસનો અને ડ્રગ્સ થી દુર રહેવા , પર્યાવરણ ની જાળવણી કરવા અને વૃક્ષારોપણ કરવા, પ્લાસ્ટિક મુક્ત ડીસા કરવા તેમજ બાઈક કે સ્કૂટર. ચલાવતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરવા તેમજ ઘર,મહોલ્લો અને ડીસા શહેરને સ્વચ્છ રાખવા યોગદાન આપવાની બાબતોનો સમાવેશ કરેલ. આ પ્રસંગે સ્પર્ધાને ખુલ્લી મુકતા ડીસા ના યુવા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ડીસા નગરપાલિકા ના પ્રમુખ શ્રી રાજુભાઇ ઠક્કર,બેંક ઓફ ઈન્ડિયા ના ઝોનલ મેનેજર શ્રી મનોજકુમાર, ડી વાય એસપી શ્રી ઓઝા સાહેબ, રોટરી ક્લબ ડીસા ના નવ નિયુકત ઉત્સાહી પ્રમુખ શ્રી ડૉ. ડીકેશભાઈ, આસિસ્ટન્ટ ગવર્નર ડૉ.હેતલબેન ગોહેલ,સેક્રેટરી ડૉ. મોનાબેન ગાંધી,પ્રોજેક્ટ ચેરમેન ડો.હિરેનભાઈ પટેલ , ડૉ મેહુલભાઈ મોઢ, ડૉ.રાજન મહેતા, રો. કેયૂર ભાઈ ઠક્કર રો. કરસનભાઈ ખત્રી,રો. વિક્રમભાઈ ઠક્કર તેમજ તેમજ રો.નટુભાઈ પટેલ ,ડૉ.ચંપકભાઈ ઝાલમોરા , રો.શાંતિભાઈ ઠક્કર, ડો.નવીનકાકા સહિત બહોળી સંખ્યામાં રોટરિયન મિત્રો , મીડિયા કર્મીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા માં પોલીસ સ્ટાફ, વ્યાયામ શાળામાંથી ખુશાલભાઈ અને ટીમ તેમજ પ્રોફે. આર. ડી.ચૌધરી અને આદર્શ હાઈ સ્કૂલ ના હરેશભાઈ પવાયા સાહેબ અને એમની ટીમ નો સુંદર સહયોગ મળેલ. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી એ જણાવેલ કે જાગૃત યુવાધન એ શહેર ની ધડકન છે અને રાષ્ટ્રની ધરોહર છે આવનારા સમયમાં પ્રકૃતિનું જતન કરીને તેમજ વ્યસનોથી દૂર રહીને માં ભારતી ને દુનીયાના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન કરવાનું આહવાન કર્યું હતું. તેમજ રોટરી ક્લબ ડીસા ની કામગીરી ને બિરદાવી હતી. કાર્યક્રમ ના અંતે રોટરી ક્લબ ડીસા ના સેક્રેટરી ડો.મોના બેન ગાંધીદ્વારા આભારવિધિ કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન ડો. હિરેનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું .
આનંદ ઠકકર ડીસા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM