રાનકુવા હાઈસ્કૂલના આધ્યા સ્થાપક છોટુભાઈ ભગવાનજી દેસાઈની પુણ્યતિથિ ઉજવાય

રિપોર્ટ ,મયુર પટેલ

રાનકુવા હાઈસ્કૂલના આધ્યા સ્થાપક છોટુભાઈ ભગવાનજી દેસાઈની પુણ્યતિથિ ઉજવાય

” વર્ષો પહેલા રાનકુવાની ધરા પર શિક્ષણની ધૂણી ધખાવનાર સ્વાતંત્ર્ય સેનાનીને કોટી કોટી વંદન.”

“શાળામાં વૃક્ષારોપણ સાથે નવતર પ્રયોગનો પ્રારંભ.”

રાનકુવા વિભાગ કેળવણી મંડળ રાનકુવા સંચાલિત બી.એલ.પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા તારીખ ત્રીજી જુલાઈના રોજ સ્વાતંત્ર સેનાની છોટુભાઈ ભગવાનજીભાઈ દેસાઈ દ્વારા 1958માં આ વિસ્તારમાં માધ્યમિક શિક્ષણ ભાડાના મકાનમાં શરૂ કરેલ આજે આ શાળામાં 118 ગામમાંથી 1400 બાળકો અભ્યાસ અર્થે આવે છે. સમાજમાં અનેક ડૉક્ટરો,એન્જિનિયરો વ્યવસાયિક ઉત્તમ ખેડૂત આ શાળામાં ભણેલા બાળકો બન્યા છે આ શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત પ્રતિભા તરીકે ઉભરી આવી શાળાનું અને ગામનું નામ રોશન કરેલ છે ભવ્ય ઇતિહાસ ધરાવતી આ શાળા આજે પણ રાજ્યની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક સંસ્થા તરીકે ખ્યાતનામ છે. સૌપ્રથમ શાળા ખાતે વર્તમાન પ્રમુખ ઠાકોર કાકા કે જે છોટુભાઈ ભગવાનજીના દીકરા થાય છે તેમના દ્વારા પુષ્પાંજલિ અને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, શાળામાં 351 વૃક્ષારોપણ કરવામાં આવ્યા. શાળાની શિક્ષિકા વૈશાલીબેને સ્વાતંત્ર સેનાનીઓના ઇતિહાસની કથા વર્ણવી શાળા દ્વારા આજથી શાળાની મુલાકાતે લેનાર કોઈપણ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ થાય એ માટે આયોજન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓ પણ પોતાના ગામની અંદર વૃક્ષારોપણ કરશે અને આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વાતંત્ર સેનાનીની ગાથાનો સમન્વય કરી સમાજમાં એક પ્રેરક કામગીરી કરવા જઈ રહ્યા છે એ અવસરે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ડૉ.રાજેશ્રીબેન તેમજ મંડળના પદાધિકારીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. શ્રી બી એલ પટેલ વિભાગ કેળવણી મંડળના પ્રમુખ અને છોટુ કાકાના પુત્ર શ્રી બળવંતરાય છોટુભાઈ દેસાઈના હસ્તે મૂર્તિ પર પુષ્પાંજલિથી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM