ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતીની બેઠક યોજાઇ

જુલાઇ મહિનામા એચ.એસ.સી/ એસ.એસ.સી.ની પૂરક પરીક્ષા યોજાશે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધો.10 અને ધો.12ની જાહેર પરીક્ષાઓની વિશ્વસનીયતા વધે, વિધ્યાર્થીઓને તેમની મહેનતનો પૂરતો ન્યાય મળી રહે તે માટે પરીક્ષાઓ સારી રીતે યોજાય, વિધ્યાર્થીઓ વિશ્વાસ સાથે પરીક્ષા આપે તે માટે પરીક્ષા આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડાંગ જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો હાજર રહ્યા હતા.

આ બેઠકમા જાહેર પરીક્ષાની વિશ્વસનીયતા ઉભી કરવા જિલ્લા કક્ષાનુ વ્યવસ્થા તંત્ર ઉભુ કરવુ, અસામાજિક તત્વો પરીક્ષા તંત્રમા વિધ્નરૂપ ન બને તેની દેખરેખ રાખવી, તેમજ પરીક્ષા તંત્રમા રોકાયેલા તમામ અધિકારીઓ/કર્મચારીઓને પુરતુ માર્ગદર્શન મળી રહે તે અંગેની ચર્ચા કરવામા આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *