ધી સુરત ડીસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. સુરત દ્વારા ૧૧૨ મી મલંગદેવ શાખાનો શુભારંભ

સહકારી વડીલ અને જિલ્લા સંઘના અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલના વરદ્ હસ્તે સંપન્ન કરાયું

સુરત અને તાપી જિલ્લાની કામધેનુ સમાન શ્રી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકે મતંગદેવ, તાલુકા સોનગઢ મુકામે તેની ૧૧૨ મી શાખાનું ATM સુવિધા સહીત લોકાર્પણ

રિપોર્ટ ,મયુર પટેલ
સમારંભમાં બેંકનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ બેંકના વાઈસ ચેરમેન શ્રી સંદિપભાઈ દેસાઈ, સુરત જીલ્લા સહકારી સંઘના પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેનશ્રી અને ધી સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકનાં ડિરેક્ટરથી માનસિંહભાઈ પટેલ, નિઝર વિધાનસભાનાં ધારાસભ્ય જયરામભાઈ ગામીત, સુમુલ ડેરીના ડિરેકટરશ્રી કાંતિભાઈ ગામીત, તાપી જીલ્લા ભાજપાના પ્રમુખશ્રી મયંકભાઈ જોષી તેમજ બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને અન્ય સ્થાનીક સહકારી આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
સમારંભનો આરંભ બેંકના સોનગઢ તાલુકાના ડિરેક્ટરશ્રી જીગ્નેશભાઈ દોણવાળાએ સ્વાગત પ્રવચન કરીને કર્યો હતો.
ત્યાર બાદ સુમુલ ડેરીના ડિરેક્ટરશ્રી કાંતિભાઈ ગામીત, જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ) શ્રી ધ્રુવિનભાઈ પટેલ તથા નિઝર વિધાનસભાનાં ધારાસભ્ય
ડૉ જયરામભાઈ ગામીતે પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
સુમુલ ડેરીના ચેરમેન અને બેંકના ડિરેક્ટરશ્રી માનસિંહભાઈ પટેલ સાહેબે ઉડાણનાં આવા વિસ્તારોમાં પશુપાલકો તથા ખેડૂતોના ખાતા ખુલે તથા તેઓને વિવિધ સોશ્યલ સીકયોરીટી સ્કીમો હેઠળ બેંકની શાખા દ્વારા આવરી લેવાય તેના પર વિશેષ ભાર મુક્યો હતા.
શાખા ઉદ્દઘાટક, સુરત જીલ્લા સહકારી સંઘ ના અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલે બેંકના કુશળ વહીવટને અને તેના ફળ સ્વરૂપે થયેલ વિકાસને બિરદાવ્યા બાદ બેંક વધુ વિકાસનાં ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વધુમાં બેંકની પ્રગતિ સાથે બેંકના સંચાલકો અને અધિકારીઓની જવાબદારી પણ વધતી હોય ત્યારે તમામ મોરચે અડગ રહી કામ કરવા સુચન કર્યું હતું.
બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે બેંકની વિકાસયાત્રાથી સર્વને અવગત કર્યા. બાદ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સંસ્થાનો હેતુ માત્ર નફાનો નહીં પરંતુ જરૂરીયાત મંદોને સુવિધા પૂરી પાડી સુખાકારી માટે કામ કરવાનો હોય તેવો વિશ્વાસ વ્યકત કર્યો.
મલંગદેવ વિસ્તારના લોકોની બેંકીંગની ભૂખ જોતાં બેંકની સદરહુ શાખા આવનારા
દિવસોમાં વ્યાપારનો. નવો માપદંડ સર કરશે તેવા વિશ્વાસ સાથે બેંકનાં મેનેજીંગ
ડીરેકટર શ્રી મહાવીરસિંહ ચૌહાણ સાહેબે આભારવિધિ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *