અંકલેશ્વર માં પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટની ડાક નિર્યાત સેવા શરૂ

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

ઔદ્યોગિક શહેર અંકલેશ્વર જીઆઇડીસી પોસ્ટ ઓફિસ ખાતે એક્સપોર્ટસને સુવિધા પ્રદાન કરવા ડાક નિર્યાત કેન્દ્રની શરૂઆત કરાઈ છે.આ ડાક ઘર નિર્યાત કેન્દ્રો નાના વેપારીઓને પ્રોત્સાહન મળે એ હતું થી તેમજ પોસ્ટ ઓફિસની ઓછી કિંમતનું માળખું અને સરળ કાર્ય પ્રક્રિયાઓ એક્સપોર્ટ કરતા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વધુ લાભ દાયક પુરવાર થશે !

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દુરંદેશી મુજબ ભારતના દરેક જિલ્લો એક્સપોર્ટ હબ બને અને દેશની નિકાસ વધે. નિકાસ કરનાર ઉદ્યોગ ગૃહને સરળતા રહે તે હેતુથી ભારતભરમાં 1000 ડાક નિર્યાત કેન્દ્રો શરુ કરવામાં આવનાર છે.ત્યારે ભરૂચ પોસ્ટલ ડિવિઝન માં આવતા અંકલેશ્વર જીઆઇડીસી પોસ્ટ ઓફિસ ખાતે ડાક નિર્યાત કેન્દ્ર શરુ કરવામાં આવતા એક્સપોર્ટરો એ રાહત અનુભવી હતી
ભરૂચ જિલ્લા ની ઐધોગિક વસાહત માંથી અલગ અલગ પ્રોડક્ટ વિદેશમાં એક્સપોર્ટ થતી હોય છે. વિદેશમાં કોઈપણ પ્રોડક્ટ ની ખરીદી કરતા પહેલા સેમ્પલ મગાવતી હોય છે.હવે ભરૂચ જિલ્લા ના નાના મોટા ઉદ્યોગકારો અને એકસપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો તેમની પ્રોડક્ટનું પાર્સલ વિદેશ મોકલી શકે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા પહેલ કરવામાં આવી છે. જેમાં અંકલેશ્વર જીઆઇડીસી પોસ્ટ ઓફિસ ખાતે થી ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરૂ કરવામા આવી છે. ભરૂચ પોસ્ટલ ડિવિઝન અંતર્ગત આવતા અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ડાક નિર્યાત કેન્દ્ર શરુ કરવામાં આવતા એક્સપોર્ટર માટે આ ખુશીના સમાચાર છે. ડાક નિર્યાત કેન્દ્ર શરુ થવાથી જિલ્લાના એક્સપોર્ટરો મુંબઈ અને અમદાવાદના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.ડાક નિર્યાત કેન્દ્રો દ્વારા ફેસલેસ કસ્ટમ ક્લિયરિંગની શરૂઆત થઇ ગઈ છે. જેથી એક્સપોર્ટરોને એજન્ટોને આપવાની ફી તેમજ કસ્ટમ ઓફિસ સુધી માલનું ટ્રાન્સપોર્ટેશન જેવા કામો માંથી મુક્તિ મળશે. તેના દ્વારા સમય અને પૈસાનો બચાવ થશે. તેમજ પોસ્ટ ઓફિસ ના કર્મચારીઓ એક્સપોર્ટર ને ત્યાં થી પાર્સલ કલેક્ટ કરે તેવી સુવિધા શરૂ કરવામાં આવતા .એક્સપોર્ટરો એ રાહત અનુભવી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *