અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જમા કરાવવા માટે કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.


તાપી જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંકુલો જેવા કે ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ વિવિધ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓફ સાયન્સ કોલેજ આઈટીઆઈ નર્સિંગ કોલેજ ડિપ્લોમા કોલેજોમાં અભ્યાસ કરતા અંદાજે 7000 થી વધુ વિદ્યાર્થીઓને વર્ષ 2022 2023 ના વર્ષની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને આજ દિન સુધી મળેલ નથી.
જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાપી જિલ્લા દ્વારા તાપી જિલ્લા કલેકટર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં ABVP તાપી જિલ્લા સંયોજક હિરેન ચૌધરી, પ્રદેશ કારોબારી સભ્ય પ્રશાંત સિરસાટ,જીલ્લા વિસ્તારક આશિષ જુઆ, વ્યારા નગર મંત્રી આશિષ ગામીત,સહમંત્રી ધર્મિષ્ઠાબેન ગામીત, સહમંત્રી નૈતિક ગામીત, અવિનાશ જાદવ,મિતુલ ગામીત સહિત મોટી સંખ્યા માં વિદ્યાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *