અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સમાજની વાડી મોઢેશ્વરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. મોઢ ઘાંચી જ્ઞાતિ ના ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોઢ ઘાંચી સમસ્ત પંચ દ્વારા દર વર્ષે સમાજ તરફ સર્ટીફીકેટ તથા સ્મુર્તિ ચિન્હ આપવામાં આવે છે , વર્ષે ૨૦૨૩ના વર્ષ માં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ થયેલા સમાજ ના ૭૦ વિર્ધાથી ઓને સન્માન કરવા માટે નો સન્માન સમારોહ સમાજ ની વાડી મોઢેશ્વરી હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સમાજ ટ્રસ્ટી તથા કારોબારી સભ્ય દ્વારા વિર્ધાથી ઓને સ્મુર્તિ ચિન્હ, સર્ટીફીકેટ તથા મોમેન્ટો આપવા માં આવ્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ તથા સમાજ ના અગ્રણી ઓ પણ ઉપસ્થિત રહી સમારોહ ની ગરીમા વધારી હતી. સમાજ દ્વારા સમાજ માં Sign આપનાર દાતા તથા કાર્યક્રમ ના સ્પોન્સરો નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સંગીતાબેન સુભાષચંદ્ર ગાંધી, કલ્પેશ ભાઇ મહેન્દ્ર ભાઇ અંદાડીયા( શ્રી જલારામ પેટ્રોલિયમ) હર્નિશ ભાઇ રમેશભાઈ મોદી , મહેશભાઈ મારફતીયા, તુષાર ભાઇ ગાંધી નો સમાવેશ થાય છે, સ્વાગત પ્રવચન માં સમાજ ના પ્રમુખ પ્રકાશભાઈ મોદી એ તેજસ્વી વિદ્યાર્થીઓનો વધુને વધુ પ્રગતિ કરે અને સમાજ નું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી તથા સન્માન સમારોહ કાર્યક્રમ માં સહયોગ આપનારા સ્પોન્સરો તથા સમાજ માં દાન આપનારા દાતા ઓનો આભાર માન્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *