


રિપોર્ટ, મયુર પટેલ
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય સુરત દ્વારા વેદાંત ઇન્ટરનેશનલ શાળા, ડિંડોલી ખાતે ‘વિશ્વ ન્યાય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ન્યાયાધીશ સી.આર.મોદીએ ‘ન્યાય’- આપના અધિકારો અને હક્ક વિષય પર જાણકારી આપી હતી. તેમજ પેનલ વકીલ રિલેશભાઈ લિંબાચિયા અને પી.એલ.વી પ્રદિપભાઈ શિરસાઠ દ્વારા પોક્સો એકટ, શિક્ષણનો અધિકાર, નશામુકિત, સાયબર ક્રાઈમ, લાંચ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પ્રવૃત્તિઓ, મિસિંગ ચાઈલ્ડ, જ્યુવેનાઈલ એકટ, બાળમજૂરી, લોક અદાલત, મિડીયેશન દ્વારા કેસોનું સમાધાન જેવા વિષયો પર શાળાના આચાર્ય, યુવાનો અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના ડાયરેકટર ભરતભાઈ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ,શાળાના આચાર્ય અશોકભાઈ લાડ, શિક્ષક સર્વે રાહુલભાઈ પાટીલ અને પંકજભાઈ પારીખ ઉપસ્થિત રહ્યા હતા.