



રીપોર્ટર- ચેતન પટેલ- મહેસાણા
મહેસાણા ખાતે લાલભાઈ પટેલ શક્તિ ના જન્મ દિવસ નિમિત્તે રાજધાની ફાઉન્ડેશન ટીમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું તુલસી પાર્ટી પ્લોટ ખાતે આ આયોજન કરવામાં આવ્યું મહેસાણા ખાતે લાલભાઈ પટેલ જેમને ઉર્ફે લાલભાઈ શક્તિના નામે ઓળખવામાં આવે છે જેમના 44 માં જન્મદિવસન નિમિત્તે રાજધાની ફાઉન્ડેશન પીન્ટુ ભાઈ અને તેમની ટીમ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં રાજધાની ફાઉન્ડેશન ટીમ દ્વારા કેક કાપી જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ બ્લડ ડોનેશન કેમ્પ માં અંદાજે 151 બોટલ નું ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને દરેક બ્લડ ડોનેટ કરનાર ને આકર્ષક ગીફ્ટ તરીકે એક બેગ પણ આપવામાં આવી હતી જેમાં 10 વાગ્યા પહેલાં 80 બોટલ તો થઈ હતી લાલભાઈ પટેલ ટીમ રાજધાની ફાઉન્ડેશન દ્વારા બીજી ધણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે આ બ્લડ ડોનેશન કેમ્પ મા મુખ્ય મહેમાન માં પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ. મહેસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ . જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરના .તેમજ રાજધાની ફાઉન્ડેશન ની પૂરી ટીમે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ માં હાજરી આપી હતી