




વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં સુપર સિક્સ તબક્કામાં ઝિમ્બાબ્વે સામે સેન્ચુરી ફટકારી
આયર્લેન્ડ સામે 72 રન મારી ટીમ ને ક્વોલિફાયર ના સુપર સિક્સ રાઉન્ડ માં પહોંચાડી = ઓમાન ઇન્ટરનેશનલ ટીમ નો નંબર 3 ખેલાડી બન્યો
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર જીઆઇડીસી ની સોસાયટીઓ ની ગલી ક્રિકેટ રમતો કશ્યપ પ્રજાપતિ હવે ઓમાન ની ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી બની ગયો છે. ઓમાન ક્રિકેટ માં અંકલેશ્વર નો ડંકો વગાડી પિતા તેમજ અંકલેશ્વર નું નામ ઓમાન ક્રિકેટ ટીમ માં જોડી દીધું છે. ઓમાન વતી વર્લ્ડકપ રમવા નું સ્વપ્ન સેવતા કશ્યપ પ્રજાપતિ ને ઓમાન ક્રિકેટર તરીકે ભારતીય આઇપીએલ માં રમવા ની મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે..
મૂળ ખેડા ના અને હાલ અંકલેશ્વર જીઆઇડીસી માં રહેતા કશ્યપ હરીશભાઈ પ્રજાપતિ અંકલેશ્વર જીઆઇડીસી ની ગલીઓમાં ક્રિકેટ રમી હવે ઓમાન ક્રિકેટ ટીમ નો આધારભૂત પ્લેયર બની ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી માં ગણેશ પાર્ક માં રહેતા કશ્યપ પ્રજાપતિ ને નાનપણ થી ક્રિકેટર થવાનું સ્વપ્ન સેવ્યું હતું અને સોસાયટીમાં રમી પોતાના સ્વપ્ન ને સાકાર કરવા મહેનત કરી રહ્યો હતો જો કે તેને નોકરી માં કોઈ રસ ન હતો અને ક્રિકેટ પ્રત્યે ની લગન જોઈ તેના પિતા હરીશ પ્રજાપતિ એ તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.ઓમાન ક્રિકેટ ટીમ માં વન ડાઉન બેટ્સમેન એટલે નંબર 3 તરીકે રાઈટ હેન્ડ બેટ્સમેન અને ઓફ બ્રેક બોલર કશ્યપ પ્રજાપતિ એ 5 વર્ષ ગુજરાત અંડર 19 અને સ્ટેટ લેવલે પણ પોતાની પ્રતિભા બતાવી હતી જોકે યોગ્ય પ્લેટફોર્મ નહિ મળતા અને કારકિર્દી આગળ ધપતી નહિ દેખાતા કશ્યપ ઓમાન જતો રહ્યો હતો જ્યાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને કિસ્મત ચમકી ગઈ હતી. અમેરિકા સામે સેન્ચુરી મારી ઓમાન ક્રિકેટ બોર્ડ નું ધ્યાન તેના પર કેન્દ્રિત થયું હતું. જે બાદ ઝિમ્બાબ્વે ખાતે વન ડે ક્વોલિફાયર ટુર્નામેન્ટ યોજાય હતી જેમાં વિવિધ દેશો ની 10 ટિમો એ ભાગ લીધો હતો જેમાં ઝિમ્બાબ્વે સામે સેન્ચુરી ફટકારી હતી તેમજ કશ્યપ પ્રજાપતિ એ આયર્લેન્ડ સામે 72 રન ની મહત્વપૂર્ણ પારી રમી ટીમ ને ક્વોલિફાયર ના સુપર સિક્સ રાઉન્ડ માં પહોંચાડી હતી.. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા છતાં ઓમાન ની ટીમ વર્લ્ડ ક્રિકેટ ક્વોલીફાય ટીમ માં ભલે સ્થાન ન પામી પણ કશ્યપ પ્રજાપતિ ને લઇ ટીમ ક્વોલિફાય ટીમ માં ચર્ચામાં રહી હતી. ઓમાન ક્રિકેટ ટીમ વતી કશ્યપ પ્રજાપતિ એ અત્યાર સુધી 31 મેચ રમી છે. જેમાં 30 ઇનિંગ માં 903 રન કર્યા છે જેમાં 2 સેન્ચુરી અને 5 હાફ સેન્ચુરી પણ ફટકારી છે. 18 ટી. ટવેન્ટી મેચ પણ ઓમાન વતી રમી ચુક્યો છે. ત્યારે હવે ઓમાન ઇન્ટરનેશનલ ટીમ નો આધારભૂત ખેલાડી બની ગયો છે. ઓમન ટીમ ના પ્લેયર તરીકે ભારત ની ટીમ સામે મેચ રમવા નું અને ઓમાન વતી વર્લ્ડકપ રમવાનું સ્વપ્ન સેવતા કશ્યપ પ્રજાપતિને ઓમાન ક્રિકેટર તરીકે ભારતીય આઇપીએલ રમવા ની મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે.
