


રિપોર્ટ ,મયુર પટેલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવાબોર્ડની સુરત જિલ્લાની આજે બારડોલી ખાતે બેઠક મળી હતી જેમાં ભાજપ પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ યુવાબોર્ડના સંયોજકોના કાર્યોને પ્રોતસહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુવાબોર્ડના સંયોજકોને તેમની કામગીરી બદલ અભીનંદન પાઠવ્યા હતા. ખાસ યુવાબોર્ડના ઝોન સંયોજક સંકેતભાઈ શર્મા તેમજ જિલ્લા સંયોજક રાજનભાઇ વરીયા દ્વારા ઉપસ્થિત તમામ મંડળના સંયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના તમામ મંડળના સંયોજકો દ્વારા સુરત જિલ્લામાં થયેલા Y20 કાર્યક્રમોના અનુભવો જણાવવામાં આવ્યા હતા તેમજ આગામી કાર્યક્રમોના આયોજન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અંતમાં યુવાબોર્ડના સંયોજકો દ્વારા જિલ્લામાં સરકારશ્રીની યોજનાને વધુમાં વધુ લોકો સુધી લાભ પહોંચાડવાના સંકલ્પ સાથે ઝોન સંયોજક સંકેતભાઈ શર્મા દ્વારા પ્રોત્સાહિત કરી બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.
