મોડાસાની શ્રી. એન. એસ. પટેલ લૉ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

ધી મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત શ્રી એન.એસ.પટેલ લૉ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ એલ.એલ.બી અને એલ.એલ.એમના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાયો હતો. પ્રથમ વર્ષમાં એડમિશન લઈ રહેલા વિદ્યાર્થીઓના સ્વાગત સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે પ્રિ.ફેમિલી કોર્ટના જજ એમ.એસ.સોની ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંડળના ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. કોલેજના આચાર્ય શ્રી ડૉ. રાજેશ વ્યાસ દ્વારા મહેમાનોનું સ્વાગત તથા હેમ.ઉ ગુજ.યુનિ પાટણના સિન્ડીકેટ સભ્ય ડૉ.અશોકભાઈ શ્રોફ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અલ્પાબેન ભટ્ટી તથા ડૉ. સોનિયાબેન જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *