અરવલ્લી જિલ્લામાં આરોગ્ય શાખા ખાતે જિલ્લા કક્ષાની પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક યોજાઈ

અરવલ્લી જિલ્લાની પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ જિલ્લા કક્ષાની એડવાઇઝરી કમિટીની બેઠક CDHOના અધ્યક્ષસ્થાને યોજાઇ.પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ થતાં રજીસ્ટ્રેશન રિન્યુઅલ, નવી મશીનરી ખરીદ, વેચાણ, તેમજ અન્ય જન જાગૃતિ કાર્યક્રમ કરવા,સોનોગ્રાફી યુનિટોની જાતિ પરીક્ષણ બાબતમાં મુલાકાત લઇ તપાસ કરવા અને સગ્રહ કરવામાં આવેલ ડેટાની સરકારી નિયમ પ્રમાણે તપાસ કરવી જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.આ બેઠકમાં ગર્ભમાં જાતિપરીક્ષણ જેવા ખુબજ સંવેદનશીલ વિષયને ધ્યાને લઈને ગર્ભપરીક્ષણ જેવી ઘટનાઓ માટે પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ નોંધ લેવામાં આવે અને કડક નિયમોનું પાલન કરવામાં આવે.સમાજમાં થતાં ગર્ભમાં જાતિપરીક્ષણની ગેરકાયદેસરતાની જાગૃતિ ફેલાવવા અને સ્ત્રી જન્મદરને પ્રોત્સાહન આપવા ‘બેટી બચાઓ, ‘ અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું જરૂરી બન્યું છે.

આ બેઠકમાં પીસી એન્ડ પીએનડીટી એડવાઇઝરી કમિટીના ચેરમેનશ્રી તેમજ કમિટીના તમામ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM