અમરોલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ઇન્ટર કલાસ કેરમ સ્પર્ધાનુ આયોજન


જીવન જીયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૨૫-૦૭-૨૦૨૩ના રોજ ઇન્ટર કલાસ કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધાના જજ તરીકે શ્રી જીગ્નેશ પટેલ અને શ્રી વિવેક પટેલે સેવા આપેલ હતી. સ્પર્ધામાં બી.બી.એ., બી.કોમ. અને બી.સી.એ.માં ૧૦ વિદ્યાર્થીની (બહેનો) અને ૧૫ વિદ્યાર્થીઆે(ભાઇઆે)એ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમ્યા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઆેએ હાજર રહી સ્પર્ધાકોનો ઉત્સાહ વધારયો હતો. સ્પર્ધાના અંતે વિદ્યાર્થીઆે (ભાઇઆે) માંથી પ્રથમ ક્રમે વિવિકે ધનધુકીયા એફ.વાય.બી.કોમ. બીજા ક્રમે પાર્થ ચૌધરી- એફ.વાય.બી.કોમ. જયારે રનર્સઅપ ગોહિલ કેવલ એફ.વાય.બી.કોમ. અને મહેતા ક્રિશ એફ.વાય.બી.કોમ. વિજેતા રહયા હતા જયારે વિદ્યાર્થીની (બહેનો)માંથી પ્રથમ ક્રમે લાઠીયા સાવિત્રી એફ.વાય.બી.કોમ. બીજા ક્રમે વાનાણી મિલી- એફ.વાય.બી.કોમ. જયારે રનર્સઅપ વઢેર દ્રષ્ટી એફ.વાય.બી.કોમ. અને પટેલ ગોપી એફ.વાય.બી.કોમ. વિજેતા રહયા હતા.સંમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ ડાર્ૅ. પ્રદિપકુમાર લેન્કા (સ્પોર્ટસ ટીચર) દ્ગારા સંચાલન કરવામાં આવ્યુ હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *