મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ માં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેશે

ઘનશ્યામ સંઘાણી

ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ મોરબી જિલ્લાના તમામ તાલુકામાં જુલાઈ માસમાં યોજાયેલ. જેમાં અંદાજિત 450 થી વધુ સ્પર્ધકોએ 33 સ્પર્ધાઓ જેવી કે લોક નૃત્ય, એક પાત્રિય અભિનય, કાવ્ય લેખન સ્પર્ધા, વકતૃત્વ તેમજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા, સુહા છંદ ચોપાઈ, લોકગીત, ભજન, લોકવાર્તા, જેવી જુદી જુદી અન્ય સ્પર્ધામાં જુદા જુદા વયજૂથ માં ભાગ લીધેલ. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ આગામી તારીખ 20.08.2023 ના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોએ 20.08.2023 ના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે સવારે : 8.00 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે જેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલબેન વ્યાસ દ્વારા જણાવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *