જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેના બનતા ભાજપ શહેર તાલુકા મંડલ ની પરિચય બેઠક યોજાઈ


ઈકબાલ મેમણ હિંમતનગર
હિંમતનગર શહેર-તાલુકા મંડલ તથા પાલિકાના ચૂંટાયેલા સદસ્યોની પરિચય બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલના અધ્યક્ષ સ્થાને શહેરના સર્કિટ હાઉસમાં યોજાઈ. જેમાં નવનિયુક્ત જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાનો પરિચય તથા ઉપસ્થિત અપેક્ષિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યોનો પરસ્પર પરિચય બેઠક યોજાયો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું.કૌશલ્યકુંવરબા પરમાર, ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા મહામંત્રી તથા વિધાનસભા મંડલના પ્રભારી વિજયભાઈ પંડ્યા, શહેર પ્રભારી નિર્ભયસિંહ રાઠોડ, જયેશભાઈ શાહ, અનિરુદ્ધભાઈ સોરઠીયા, શહેર પ્રમુખ વાસુદેભાઈ રાવલ, જયપ્રકાશ શાહ, અતુલભાઇ દીક્ષિત, શહેર મહામંત્રી જયેશ પટેલ, બંટીભાઇ મહેતા વગેરે હાજર રહેલ આ પ્રસંગે આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરી જરૂરી સૂચનો કરેલ. જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ તથા જિલ્લા સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઈ સકસેનાએ કાર્યકરોને સક્રિયાતા થી કામ કરવા અને દરેક કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા જણાવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *