ભુજ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કચ્છ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજની અખબારી યાદી જણાવે છે કે, માન. કલેકટરશ્રી, કચ્છના દિશાનિર્દેશ હેઠળ તા.૦૬/૧૨/૨૦૨૦, રવીવારનાં રોજ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કલેકટર કચેરી, ભુજ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીની કચેરીનાં સંકલન અને માર્ગદર્શન સહ જિલ્લાનાં ભુજ, મુન્દ્રા, અંજાર પ્રાંતની ડેડિકેટેડ કોવીડ હોસ્પિટલ (DCH) જી. કે. જનરલ હોસ્પિટલ, ભુજ, સેન્ટ્રલ હોસ્પિટલ ભુજ, દિશાન લાઇફ કેર હોસ્પિટલ, ભુજ, એલાયન્સ હોસ્પિટલ, મુન્દ્રા, મીમ્સ હોસ્પિટલ મુન્દ્રા, એન્કરવાલા હોસ્પિટલ, માંડવી, સેન્ટ જોસેફ હોસ્પિટલ, ગાંધીધામ, ન્યુ હરિ ઓમ હોસ્પિટલ, ગાંધીધામ, ખાતે ફાયર મોકડ્રીલ આયોજીત કરવામાં આવી હતી. મોકડ્રીલના ભાગરૂપે ICU વોર્ડમાં ફાયર એકટ્ટીન્ગવીશ કરવું. ક્રિટીકલ પેશન્ટ ઇવેકયુલેશન તથા જરૂરી ઇમરજન્સી પ્રોટોકોલ, કિલનીકલ પ્રોટોકોલ, ઇલેકટ્રીકલ સેફટી અવલોકન વગેરે ડ્રિલ એકસરસાઇઝના ભાગરૂપે કરાઇ હતી. જેમાં તબીબો, પેરા મેડિકલ, નર્સીંગ સ્ટાફ, સિકયુરીટી તથા ફરજ પરના સફાઇ કામદારોએ ભાગ લીધો હતો. વધુમાં જિલ્લા તંત્ર તરફથી સબંધિત પ્રાંત વિસ્તારમાં નગરપાલીકા ફાયર ઓફિસરશ્રી તથા તેમની ટીમ, ઇ.આર.સી. ફાયર ઓફિસરશ્રી અને ફાયરમેનો હાજર રહી મોકડ્રીલને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ, વધુમાં મોકડ્રીલને વધુ અસરકારક બનાવવા અને તેની યોગ્ય સમીક્ષા હેતુ સબંધિત પ્રાંત વિસ્તારમાં મામલતદારશ્રી (ઇન્સીડેન્ટ કમાન્ડરશ્રી), પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, ફાયરની ટીમો અને હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ મોકડ્રીલમાં ઉપસ્થિત રહ્યા. જયારે જિલ્લા કક્ષાએ ભુજ પ્રાંત વિસ્તારમાં મામલતદારશ્રી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કચ્છ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, કચ્છ ડિસ્ટ્રીકટ પ્રોજેકટ ઓફિસરશ્રી, GSDMA, તથા નગરપાલીકા ભુજના ફાયર ઓફિસરશ્રી અને તેમની ટીમ સાથે મોકડ્રીલમાં ભાગ લઇ અને તેની સમીક્ષા કરી હતી.ફાયર મોકડ્રીલ પૂર્ણ કર્યા બાદ જરૂરી ઓબ્ઝર્વેશન અને ફીડબેક કરવામાં આવ્યુ હતુ. જેમા ડિસ્ટ્રીકટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી, કચ્છ તરફથી, ફાયર વિભાગ્, પોલીસ વિભાગ વિગેરે દ્રારા જરૂરી સુચનો અને ક્ષમતા, સંવર્ધન અને તાલીમ અંગે સમીક્ષા કરાઇ હતી. કચ્છ જિલ્લાની ડેડીકેટેડ કોવીડ હોસ્પિટલોમાં તમામ જગ્યાએ ફાયર મોકડ્રીલ આયોજીત કરવામાં આવેલ છે. તેમાં ફાયર સેફટી, પેશન્ટ ઇવેકયુલેશન (વેન્ટીલેટર પરથી), ઇલેકટ્રીકલ ઇન્સપેકશન તથા અન્ય સ્ટાફની તાલીમની બાબતો સુનિસ્ચિત કરવામાં આવી છે.




