ગુરુ ગોવિંદસિંહ કોવીડ હોસ્પિટલમાં ફાયર મોકડ્રીલનું આયોજન જીલ્લા કલેકટરશ્રી, જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જીલ્લા મ્યુનીસીપલ કમિશ્નરશ્રી, જીલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જીલ્લા સી.એફ.ઓશ્રી નાં સહકારથી કરવામાં આવેલ હતું. જેમાં તા.૦૬/૧૨/૨૦૨૦ નાં રોજ સવારે ૧૧:૦૪ કલાકે આગ લાગતા તુરંત જ ફાયર માટે કોડ રેડ એક્ટીવેટ કરવામાં આવેલ હતું. ઘટના સ્થળેથી તુરંત જ સિક્યુરીટી ગાર્ડ પ્રતાપગીરી દ્વારા ફાયર ડીપાર્ટમેન્ટને ૧૦૧ ઉપર તથા હોસ્પિટલનાં ફાયર સેફટી નોડલ ઓફિસરશ્રીને તથા આર.એમ.ઓશ્રીને જાણ કરવામાં આવેલ હતી. તથા આગ બુજાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી. ૧૧:૦૭ કલાકે ફાયર ફાયર બ્રિગેડમાંથી ફાયર ફાઈટીંગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોચી હતી. આ દરમ્યાન ફાયરની ઘટનાની જાણ નોડલ ઓફિસરશ્રી તથા આર.એમ.ઓશ્રી દ્વારા તબીબી અધિક્ષકશ્રી, ડીનશ્રી ને કરવામાં આવેલ જેઓએ જીલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને ઘટનાની તુરંતજ જાણ કરીને બધા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ૧૧:૧૦ કલાકે સયુંકત પ્રયાસથી આગ ઉપર કાબુ લેવામાં આવ્યું હતું. અને ૧૧ : ૧૨ કલાકે રેસ્ક્યુ કરેલ દર્દીઓ અને સ્ટાફ ફાયર એસેમ્બલી પોઈન્ટમાં એકઠા થયેલ હતા. ૧૧:૧૫ કલાકે સમગ્ર મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી અને તમામ હોસ્પિટલ સ્ટાફ, ફાયર બ્રીગેડ તથા પોલીસ અને કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતું. તથા આવી મોકડ્રીલ દર મહીને ૬ તારીખે કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ હતું. મોકડ્રીલ પછી જીલ્લાનાં વિવિધ અધિકારીશ્રીઓ દ્વારા હોસ્પિટલ સ્ટાફને તાલીમ મળી રહે તે માટે તાલિમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી ડો. દીપક તિવારી તથા ડીનશ્રી ડો. નંદીની દેસાઈ, નાયબ તબીબી અધિક્ષકશ્રી અને ફાયર સેફટી નોડલ ઓફિસરશ્રી ડો. અજય તન્ના, નાયબ તબીબી અધિક્ષકશ્રી કોવીડ હોસ્પિટલ ડો. ધર્મેશ વસાવડા, અધિક ડીન તથા નોડલ ઓફિસરશ્રી ડો. એસ.એસ ચેટરજી અને ડો. અમરીશ મેહતા, આર.એમ.ઓશ્રી કોવીડ હોસ્પિટલ ડો.અલ્પેશ અગ્રાવત, એ.એચ.એશ્રી ડો. સાબીના શેખ અને મયુરી સામાણી તથા હોસ્પિટલનાં અન્ય અધિકારીઓ/ કર્મચારીઓ અને ખાસ કરીને કોવીડ હોસ્પિટલનાં ફાયર ઓફિસરતરીકે નિયુક્ત થયેલ ૬ સિક્યુરીટી ગાર્ડ તેમજ તેઓના સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતા.




