સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ ટયુશન ક્લાસીસ ખાતે જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યો

તાપી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેકટર કચેરી તાપી અને સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગના સંયુકત ઉપક્રમે સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જ્ઞાનદીપ ટયુશન ક્લાસીસ ખાતે ફાયર વિભાગના ફાયર ઓફિસર કમલેશભાઇ અને પ્રવિણભાઇના નેતૃત્વમાં ફાયર ટીમ દ્વારા ૩૦ જેટલા વિદ્યાર્થીઓને આગ સલામતી અંગે અગ્નિશામક યંત્રના ઉપયોગ વિશે તેમજ કોઇ પણ આફત આવે તેવા સમયે તાત્કાલિક કયા પગલાઓ લેવા અને પોતાનો જીવ કેવી રીતે વચાવી શકાય તેમજ અન્ય વ્યકિતને કેવી રીતે મદદ કરી શકાય તે અંગે તાલીમ અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું. આ તમામ જનજાગૃતિના ક્રાર્યક્ર્મો જી.એસ.ડી.એમ.એના દિશાનિર્દેશ હેઠળ કરવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્ય કોઇ હોનારત થાય તેવા સમયે કોઇ જાનહાનિ ન થાય.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *