
માણસા તાલુકાના બોર્ડ ગામના ગ્રામજનો દ્વારા માણસા મામલતદાર શ્રી ને , તાલુકા વિકાસ અધિકારી અને માણસા ધારાસભ્ય શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યુ અને આગામી દિવસોમા જીલ્લા કલેક્ટર શ્રી અને જીલ્લા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપવામા આવશે.


ઉપરોકત વિગત એવી છે કે મહેસાણા જીલ્લાના ગોજારીયા ગામ ને મહેસાણા તાલુકા માંથી અલગ કરી ગોઝારીયા ને જ તાલુકો બનાવવાની કામગીરી ચાલી રહેલ છે તેમા આજુબાજુ ના તાલુકાના ગામડાઓ ને ગોજારીયા તાલુકામા સમાવવાના કાગળો જે તે ગ્રામ પંચાયતોમા કલેક્ટર કચેરી દ્વારા જાણ કરેલ છે. તેવામા માણસા તાલુકામા આવેલ બોરૂ ગામ ને પણ ગોજારીયા તાલુકામા સમાવેશ કરવાનો છે તેવો પત્ર તા. 2-08-2023 ના રોજ કલેક્ટર કચેરી ગાંધીનગર દ્વારા બોરૂ ગામને મળેલ જેના વિરોધમા બોરૂ ગ્રામજનો દ્વારા ગત રોજ તા. 7-08-2023 ને મંગળવાર ના દિવસે માણસા મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપેલ અને તે આવેદન પત્ર મા જણાવેલ છે કે જો અમારા બોરૂ ગામનો ગોજારીયા તાલુકામા સમાવેશ કરવામા આવશે તો અમો બોરૂ ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામા આવશે. તેવુ બોરૂ ગામના વતની અને સદસ્ય શ્રી તાલુકા પંચાયત, માણસા ના ઠાકોર મહેષજી આત્મારામ ની આગેવાનીમા આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ.