અંકલેશ્વર માં વિશ્વ આદિવાસી દિન નિમિતે ભવ્ય રેલી

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે અંકલેશ્વર માં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું શહેર ના ભરૂચીનાકા પાસે બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા બાદ પરંપરાગત આદિવાસી પહેરવેશ અને નૃત્ય સાથે ભવ્ય રેલી નીકળી હતી

યુનાઇટેડ નેશન્સ વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે. આજે માનવ ચાંદ ઉપર પહોંચી ગયો છે પણ તે પ્રકૃતિ અને કુદરતના ખોળે જ્યારે પણ રજા મળે ત્યારે આરામની પળો શોધે છે અને ત્યાં તેને જવું પડે છે. આધુનિક યુગમાં જ્યાં આજનો માનવી પ્રકૃતિના ખોળે વિસામો લેવા જાય છે તે છે આદિવાસી, આદિમાનવ થી લઈ આદિવાસી સુધી આજે પણ માનવી ના શાંતિ માટે નું સ્થાન પ્રકૃતિ જ છે . દેશમાં હજી એવા લોકો છે જેને પોતાની પ્રકૃતિ, કુદરત, નિસર્ગ, નદી, પહાડ, ઝરણાં, નદી, જમીન અને જંગલ ને છોડ્યા નથી.તેઓ આજે પણ કુદરત વચ્ચે આદિકાલની જેમ નેસર્ગીક જીવન જીવે છે. આદિકાલથી તેઓ કુદરતના સમીપ અને પ્રકૃતિ વચ્ચે જ રહે છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે અંકલેશ્વર ના આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી સ્વરૂપે આદિવાસી દિન ની ઉજવણી કરી હતી અંકલેશ્વર ના આદિવાસી સમાજ ના આગેવાનો એ શહેર ના ભરૂચીનાકા પાસે બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કર્યા હતા બાદ યુવાનો અને મહિલાઓ એ પરંપરાગત આદિવાસી પહેરવેશ અને નૃત્ય સાથે ભવ્ય રેલી યોજાય હતી આ રેલી દરમ્યાન શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *