તાપી દ્વારા વ્યારા મોટી માર્કેટ વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003)ના અમલીકરણની કામગીરી કરવામાં આવી

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,
આજ રોજ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ-તાપી દ્વારા વ્યારા મોટી માર્કેટ વિસ્તારમાં “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩”(COTPA-2003)ના અમલીકરણની કામગીરી કરવામાં આવી જેમાં જાહેરમાં ધુમ્રપાન કરવા તથા તમાકુ ખાઇને થુંકવા પર પ્રતિબંધ ની કલમ ૪ અને પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત ના કરી શકાય –કલમ-૫ , કાયદા મુજબ નિયત નમુનાના બોર્ડ લગાવવાની કલમ ૬-અ તથા તમાકુની તમામ બનાવટોના પેકેટની બન્ને તરફ ૮૫% ભાગમાં ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી ની કલમ-૭ વિષે તમાકુની બનાવટો વેચતા દુકાનદારોને સમજ આપવામાં આવી. અને તમાકુની બનાવટો વેચતા ૨૦ જેટલાં દુકાનદારોને COTPA-2003 ના કલમોના ભંગ બદલ રૂ. ૩૯૦૦નો દંડ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમ માં જિલ્લા તમાકુ નિયંત્રણ અધિકારી શ્રી ડૉ. સ્નેહલ પટેલ સર, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પ્રણય પી પટેલ સર, તાલુકા આરોગ્ય સુપરવાઈઝર શ્રી રાજેશ શેઠ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં થી શ્રી ઉત્તમભાઈ પાટીલ તથા ભૌમિક ભાઈ કાકડીયા તથા જી.એસ આર ટી સી ના અધિકારી શ્રી તથા પોલીસ અધિકારી શ્રી અને જિલ્લા ના તમાકુ વિભાગ માંથી શ્રી ભરતભાઈ તથા જીજ્ઞાશા બેન ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *