





કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી જિલ્લાના ચીફ,
મારી માટી મારો દેશ, આઝાદી કા અમૃત મહોત્સવ ,ભારતનાવીર શહીદ ના બલિદાનને બિરદાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, કે જેમણે આપણી આઝાદી માટે યોગદાન આપ્યુ છે. આઝાદી કા અમૃત મહોત્સવ ૧૨ માર્ચ ૨૦૨૧ ના રોજ શરૂ થયેલ હતો અને ૩૦ ઓગસ્ટ સુધી માં પૂર્ણ થનાર છે. વ્યારા નગર પાલિકા દ્વારા તા, ૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવારના રોજ શ્રી રામ તળાવ ગાર્ડન માં મારી માટી મારો દેશ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્ય અતિથિ તરીકે ધારા સભ્ય શ્રી મોહનભાઈ કોંકણી દ્વારા શીલા ફલક નુ લોકાપર્ણ કરવામાં આવેલ. અતિથિ વિશેષ તરીકે નગર પાલિકા પ્રમુખ શ્રી સેજલબેન રાણા તથા કારોબારી ચેરમેન શ્રી કુલીનભાઈ પ્રધાન તથા ઉપ પ્રમુખ સુધિરસિંહ ચૌહાણ ,તથા વ્યારા તાલુકા ભાજપ પ્રભારી રાકેશભાઈ કાચવાલા, તથા વ્યારા નગર ભાજપ પ્રમુખ શ્રી કેયુર ભાઈ શાહ , ચેતનભાઈ ભટ્ટ, નાનુભાઈ બીરાડે,નારણભાઈ પુરોહિત,મનીષાબેન દેસાઈ ,નીલાબેન પંડ્યા, બીનાબેન પરમાર, નટુભાઈ પટેલ, ગજાનંદ મોરે સર, હિતેશ સોની, ડી . ટી.સી ટ્રેનિંગ ના ઓફિસર,માજી સૈનિક સંગઠન હાજર રહ્યા હતા . ચીફ ઓફિસર શ્રી ધર્મેશભાઈ ગોહિલ સાહેબ શ્રી પરેશભાઈ મીઠાવાળા, દ્રષ્ટિ બેન અનમોલા તથા કલ્પેશભાઈ ઢોડિયા. ટાઉન પ્લાનિંગ ચેરમેનતથા નગર પાલિકા સ્ટાફ દ્વારા સમગ્ર કાર્યક્રમ સારીરીતે પૂર્ણ કરવા આવેલ.