

ઈકબાલ મેમણ હિંમતનગર
હિંમતનગર તાલુકાના માલીવાડા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતના કેમ્પસમાં વૃક્ષારોપણ ઇન્ચાર્જ તલાટી પ્રિયંકાબેન દરજી તેમજ વહીવટદાર રાધિકા બેન પટેલ ના વડપણ હેઠળ કરવામાં આવ્યું. આ પ્રસંગે વિભાગીય પોલીસ વડા શ્રી એ. કે. પટેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી. આર. ચૌહાણ મહિલા પી.એસ.આઇ. જી.જે .ઓડ એ.એસ.આઇ. રાજુભાઈ જયસ્વાલ હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર ,તાલુકા પંચાયતના સદસ્ય રવિન્દ્રસિંહ ચાવડા, તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ હકીમજી કંડીયા ,પૂર્વ ચેરમેન પારુલ બેન મકવાણા પૂર્વ ડેપ્યુટી સરપંચ સલીમ કણિયા ,પૂર્વ સભ્ય મોહસીન બાવન ,ફિરોજ કંડીયા, વિશાલ વણઝારા, ભીખુસિંહ, વનરાજ વણઝારા, વિષ્ણુ વણઝારા, મનોજ રાઠોડ, બાદરજી વણઝારા,તાલુકા પંચાયત માંથી સી.સી રણજીતાબેન સુતરીયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી હિંમત હાઇસ્કુલ માંથી વિદ્યાર્થીઓ ની ખાસ ઉપસ્થિતિ રહી હતી કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું તેમજ શહીદ સ્મારક નું કુમકુમ તિલક ગામની કુમારિકા સાયમા દિવાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મિટ્ટી કળશ નું પંચાયત ઘર માં શહીદ સ્થાનક પર સ્થાપન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને અંતે કાર્યક્રમ માં હાજર સર્વે દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા. સામૂહિક રીતે રાષ્ટ્રગીત દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં પંચાયતના કર્મચારી પરબતસિંહ અને સમીર કનિયા એ સહયોગ આપ્યો હતો