દાહોદના રાબડાંલ દાહોદ અમદાવાદ હાઇવે સતી તોરલ હોટલ સામે અકસ્માત સર્જાયો જેમાં ઉજ્જૈન મહાકાલે સર મંદિરે દર્શન કરી પોતાના વતન ભરૂચ જતા તે સમયે રાબડાલ ગામે દાહોદ અમદાવાદ હાયવે પર મારુતિ આર્ટિકા ગાડીનું ટાયર ફાટતા વાહન ચાલકે સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા મારુતિ આર્ટિકા જેનુ નંબર GJ.16.CN.7589 નંબર ગાડી રોડ ની સાઈટમાં ઉતરી જઇ પલ્ટી ખાઈ હતી.અકસ્માત થતા લોક તોડા ઉમટી પડ્યા ને ગાડીમાં બેસેલા મુસાફરોને ગાડીના કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં ગાડીમાં બેસેલ 3 બાળકો 2 મહિલા.અને એક કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.દાહોદ ગ્રામ્ય પોલીસ ને ઘટનાની જાણ થતા તાબડતોબ ઘટના સ્થળે પોહચીને વધુ તપાસ હાથ ધરી.
રિપોર્ટ કેતન ભટ્ટ દાહોદ



