સાબરકાંઠા જિલ્લાના પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ઓના લગ્નપ્રસંગ નુ એક સંયુકત ઉપક્રમે વીરપુર ગામમાં આયોજન કરવામાં આવ્યું છે

વીરપુર ગામના  પાટીદાર બંધુ અને ઉમિયામાતાજી સેવા ટ્રસ્ટ વીરપુર અને લગ્ન કારોબારી વીરપુર    “સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી ના સકંજા માં સપડાયું છે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી દિવસે ને દિવસે મહામારી નો પ્રકોપ વધી રહ્યો છે છતા આવા કપરા સમય મા 42,12, 27,17 ગોળ કડવા પાટીદાર સમાજ ના દીકરા-દીકરી ઓના લગ્નપ્રસંગ નુ એક સંયુકત ઉપક્રમે વીરપુર ગામમાં આયોજન કરવામાં આવ્યું છે 60 જેટલાં યુવક-યુવતી ઓ નો લગ્નપ્રસંગ તા-27/11/2020 થી તા-11-12-2020 સુધી ચાલવાનો છે. પ્રતિદિન થતી હોય છે સૂર્યોદય સાથે એક નવી જિંદગી ની શરૂઆત ઉગમણી દિશાએ થી નીત નવું નજરાણું લઈને વિવિધ રંગધરા ઓ સાથે પ્રભાતનુ શુભ આગમન આશાઓના તેજ કિરણો ને પ્રગટાવી નિરાશામય બની ગયેલ જીવનને આશાઓની સંજીવની બક્ષે છે.

ચાલુ સાલે કોરોના મહામારી માં સમૂહલગ્ન ના આયોજન ની શક્યતા ન હતી આવા સમયે વીરપુર ગામલોકોના સાથ અને સહકારથી-સરકાર શ્રી ની `COVID 19´ ની ગાઈડ લાઈન અને સોસીયલ ડિસ્ટન્સ સાથે સમૂહ લગ્ન ની વણથંભી યાત્રા ને જાળવી રાખી છે આ પ્રવાહ અવિરત વહેતો રહે એવા પ્રયત્નો આજદિન સુધી વીરપુર ગામે કર્યા છે ભવિષ્ય મા કરીશુ એવી ખાતરી અમારી રહેશે. આ પ્રસંગ ને દિપાવવા આ કપરા સમય માં આપ જેવા ભામાશા ઓએ ફૂલ નહિ તો ફૂલની પાંખડી આપી અમને પ્રેરિત કર્યા છે. તે બદલ અમો માં ઉમિયા ને પ્રાર્થના કરીયે છીએ કે આપની આમદની, ધંધા રોજગાર, નોકરી મા ઉત્તરોત્તર પ્રગતિ થાય સમાજ ની પ્રગતી નો આધાર સુશિક્ષિત, સંસ્કારી અને સેવાભાવી દાનવીર સભ્યો ના સમૂહ પર રહેલો છે. આપ લોકો એ આપેલુ દાન અમારે મન લાખોની સંપત્તિ છે આપના દાન થાકી આ પવિત્ર યજ્ઞ સફર બન્યો છે એ અમારે મન ખુબજ મહત્વપૂર્ણ બાબત છે  “માઁ ઉમિયા સમગ્ર વિશ્વ, સમાજ જ્ઞાતિ ને વર્તમાન કોરોના મહામારી માંથી ઉગારે… સમાજ ના સર્વે ભાઈ બહેનો માતાઓ વડીલો અને નાના ભૂલકાઓ નુ રક્ષણ કરે

રિપોર્ટ મહેન્દ્રપ્રસાદ અરવલ્લી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *