અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે 8 ગ્રામપંચાયતો ને પાણી ના ટેન્કર નું વિતરણ કરાયું

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર તાલુકા ના આઠ ગામો ની ગ્રામપંચાયતો ને પાણી ના ટેન્કર નું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઠ ગામ ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતાઆઝાદી કા અમૃત મહોત્સવ ની સમગ્ર દેશ માં ઉજવણી ચાલી રહી છે ,ત્યારે 15 માં નાણાંપંચ માં તાલુકા કક્ષા પાણી પુરવઠા અને જળ સંશાધન વિભાગ હેઠળ અંકલેશ્વર તાલુકા ના ગામો ને પાણી ના ટેન્કર માટે એક ટેન્કર દીઠ 1 લાખ 49 હજાર મળી કુલ રૂપિયા 11 લાખ 92 હજારના ખર્ચે 8 જેટલા પાણી ના ટેન્કર ની ખરીદી કરી હતી ,આ આઠ ટેન્કરો ના તાલુકા પંચાયત કચેરી ખાતે .અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચ ના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ની અધ્યક્ષતા હેઠળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ,અંકલેશ્વર તાલુકા ના સિસોદરા ,હજાત ,ભડકોદ્રા ,સક્કરપોર ,ઉંટીયાદરા ,સેંગપુર, માંડવા અને કોસમડી ગામ ના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ,ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા આ આઠ ગામના સરપંચો ને વર્ક ઓર્ડર આપી ટેન્કર નું વિતરણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને અંકલેશ્વર તાલુકા ના અન્ય ગામો ને પણ આગામી દિવસો માં તબક્કા વાર ટેન્કરો નું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ,તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ તૃપ્તિબેન જાની ,કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહીત ,તાલુકા પંચાયત ના સભ્યો સહીત આઠ ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *