રિપોર્ટ, મયુર પટેલ


ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે.
મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આશ્રમમાં ૧૫ મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન નિમિત્તે ગુજરાત ગુરુકુલ સભાના મેનેજિંગ ટ્રસ્ટી ડાયાભાઈ પટેલ અને મંત્રીશ્રી પંકજસિંહ ઠાકોરના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. ગુરુકુળ આશ્રમના મુખ્યાધિષ્ઠાતા ચંદ્રગુપ્તજી એ મહિમાનોને પ્રતિષ્ઠાપૂર્વક આવકારી ગુરુકુળની વિશિષ્ટ પરંપરા વિશે વાત કરી હતી ગુરુકુળના બ્રહ્મચારી વિદ્યાર્થીઓએ
માર્ચ પરેડ કરી , ગુરુકુળના વિશિષ્ટ બેન્ડ ધ્વનિ દ્વારા સહમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોરે મહેમાનોને આવકાર્યા હતા.
મુખ્ય મહેમાનશ્રી એ વિદ્યાર્થીઓને ધ્વજ ફરકાવવો અને ધ્વજારોહણ કરવું તે બાબતની સ્પષ્ટતા સમજાવી હતી. ૧૫ મી ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરી વચ્ચે ધ્વજવંદનમાં રહેલા તફાવતની વાત હતી. ગુરુકુળ વિદ્યામંદિર ગ્રાન્ટેડ પ્રવાહના આચાર્યશ્રી પરેશકુમાર દેસાઈએ ગુરુકુળના ૧૦૦ વર્ષની ઉજવણીના સંદર્ભમાં ભવ્ય ઉજવણી અને શૈક્ષણિક સિદ્ધિઓ વિશે લક્ષ્યાંક નક્કી કરી ભવિષ્યમાં શિક્ષણ જગતમાં ગુરુકુળ પોતાનું આગવુ સ્થાન ગ્રહણ કરશે તે માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આહવાન કર્યું હતું. આશ્રમના વિદ્યાર્થીઓ દ્વારા ભારતમાતાનો નકશો બનાવી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી દેશભક્તિ ગીતો ગાઈને સ્વાતંત્ર દિનની ઉજવણી સફળ બનાવી હતી. સ્વામી શ્રી દયાનંદ સરસ્વતીના આધુનિક શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના સમન્વય સાથે ચાલતી ગુરુકુળ આશ્રમના સહ મુખ્યધિષ્ઠાતા સુરેશભાઈએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું