

તા.૨૫-૦૮-૨૦૨૩ ને શુક્રવારે સવારે ૧૦-૩૦ કલાકે મહેસાણા સંસદસભ્ય શ્રી શારદાબેન પટેલ ના વરદ હસ્તે વડનગર પીઠોરી દરવાજા પાસે તેમની ગ્રાન્ટ માંથી બનાવેલ નવીન એસ.ટી. પીકઅપ સ્ટેન્ડ નું લોકાર્પણ શાસ્ત્રોક્ત વિધિ થી પૂજા અર્ચના કરી કરવામાં આવ્યું. આ પીક અપ સ્ટેન્ડ વડનગર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૭ ખાતે આવેલું છે.
આ પીક અપ સ્ટેન્ડ બનતા વડનગર થી વિજાપુર, મહુડી, ઇડર, હિંમતનગર તરફ જતા મુસાફરો ને ફાયદો થશે.
સદર પીક અપ સ્ટેન્ડ રૂપિયા ૩.૭૫ લાખ રૂપિયા ના ખર્ચે તૈયાર થયેલ છે.
આ પહેલા વડનગર સિવિલ હોસ્પિટલ આગળ પણ સાંસદ શ્રી ની ગ્રાન્ટ માંથી પીક અપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. જેનો આજુ બાજુ થી આવતા અનેક દર્દીઓ અને મુસાફરો લાભ લઇ રહ્યા છે.
આ પ્રસંગે વડનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, જીલ્લા કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ, મંત્રીશ્રી જીગરભાઈ પટેલ, ઉપ પ્રમુખ શ્રી ઉદાજી ઠાકોર, શ્રી સંદીપભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચાના મંત્રી શ્રીમતિ શીતલબેન મોદી તથા વડનગર એસ.ટી. ડેપો મેનેજર અંકિતભાઈ મોદી તેમજ આ વિસ્તારના સદસ્યો શ્રી રાજુભાઈ પટેલ, અંકીતાબેન દરજી, કનુભાઈ પટેલ તથા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા શ્રી કાનજીભાઈ ઠાકોર, પૂર્વ સદસ્યો શ્રી ગીરીશભાઈ પટેલ, શ્રી ઉદાજી ઠાકોર, શ્રી મુળજીભાઈ પરમાર, યુવા મોરચા પ્રમુખ શ્રી વિરલભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, અને સૌ કાર્યકર્તાઓ અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સૌ નગરજનો એ નિમિત્તે સાંસદ શ્રી શારદાબેન પટેલ નો આભાર માન્યો હતો. તેમજ તેઓ શ્રી એ વડનગર રેલ્વે સ્ટેશન ની કામગીરી ની સમીક્ષા મુલાકાત કરી.
વડનગર રેલ્વે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ ની લંબાઈ વધારવાની કામગીરી ની સમીક્ષા કરવામાં આવી.વડનગર ખાતે યાત્રિકો ને ટ્રેનમાં બેસવાની તકલીફ પડતી હોવાથી બેન દ્વારા કેન્દ્રમાં રજુઆત કરતા મહેસાણા, વિસનગર અને વડનગર પ્લેટફોર્મ ની લંબાઈ વધારવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
જેની રૂબરૂ મુલાકાત સાંસદ શ્રી શારદાબેન દ્વારા કરવામાં આવી.
આ પ્લેટફોર્મ ની લંબાઈ ની કામગીરી ગુણવત્તા યુક્ત અને ઝડપી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી.
રીપોર્ટ… ડેવિડ પટેલ.