તાપી એજ્યુકેશન એકેડેમી દ્વારા એન્જિનિયરિંગ તથા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ*

કમલમ ન્યૂઝ રાકેશ વાળા તાપી ચીફ,

તાપી એજ્યુકેશન અકેડમી દ્વારા સમગ્ર તાપી જિલ્લાના એન્જિનિયરિંગ તથા મેડિકલ ક્ષેત્ર પર પ્રવેશ મેળવનાર તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ તારીખ 26/08/2023- શનિવારના રોજ યોજવામાં આવ્યો.જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી. કે. બી પટેલ ઇંગ્લિશ મિડિયમ સ્કુલના આચાર્યશ્રી વૈશાલી પરમાર તથા કેતન ભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ગૌરવ યાદવ તથા શ્રી જયેશ ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિધાર્થીઓએ મેડિકલ તથા એન્જિનિયરિંગ ફિલ્ડમાં કેવી રીતે પરીક્ષાની તૈયારી કરવી તે બદલ માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. તે ઉપરાંત શાળાના ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓને મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમની અંતે આચાર્ય શ્રી અલ્પેશ ગજેરા , અંકિત પંચોલી તથા શ્રીમતી અનિતા દેસાઈ એ દરેક નો આભાર વ્યક્ત કરી વિદ્યાર્થીઓને તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. વધુમાં તાપી જિલ્લાના પત્રકારોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *