વૈશ્વિક શાંતિ સદભાવ માટે સક્ષમ મીડિયા વિષયે આબુ ખાતે વિશાળ મીડિયા સંમેલન પ્રારંભ.દેશ વિદેશના ૨૦૦૦ મીડિયા કર્મીઓ ઉપસ્થિત.


જી-૨૦ ની સાથે ભારતની દિવ્ય સંસ્કૃતિને વૈશ્વિક રૂપ આપવા મીડિયા મહાનુભાવોનો દ્રઢ સંકલ્પ.


  આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત દેશના સૌથી વિશાળ મીડિયા મહાસંમેલનનો આબુ રોડ, તળેટી સ્થિત શાંતિવન ખાતે આજે  વિધિવત પ્રારંભ થયો.જેમાં દેશ-વિદેશના ૨૦૦૦ મીડિયા પ્રતિનિધિઓ ભાગ લઈ રહેલ છે.
  આબુ તળેટી ખાતે યોજાયેલ સમારંભમાં વક્તવ્ય આપતા મીડિયા પ્રભાઞ ના અધ્યક્ષ રાજયોગી  કરુણાજીએ જણાવેલ કે સમાજના નવનિર્માણ,  શાંતિ, સદભાવ હેતુ મીડિયાનું કાર્ય અતિ મહત્વનું છે. સમાચારની વિશ્વનીયતા લોક માનસનું સકારાત્મક પરિવર્તન કરી શકે છે. ત્રિદિવસીય મીડિયા સંમેલન મીડિયા જગતને પોતાના જીવનમાંથી તનાવ મુક્ત કરી શાંતિ સદભાવનાની શક્તિ સાથે સક્ષમ બનાવશે.
   સમારંભમાં દિલ્હીથી આવેલ પ્રો.સંજય ત્રિવેદીએ જણાવેલ કે મીડિયાની શક્તિ માનવ મનને પરીવર્તન કરી શકે છે.જરૂર છે સમાજમાં માનવીય મૂલ્યોની સ્થાપના કરવા મીડિયા જગત જાગૃત થાય તો ભારતની છબીને વિશ્વમાં અધ્યાત્મ પ્રધાનની પ્રેરકતા તરફ દિશા બતાવી શકે છે.
   સમારંભમાં બ્રહ્માકુમારીઝ મીડિયા વીંગના નેશનલ કો-ઓર્ડીનેટર બી.કે.શાંતનુભાઈ, સાંસદ ભોલારામ,  પ્રો. માનસિંહજી બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રસાશિકા ડો. નિર્મળા દીદીજી સહિત અનેક પ્રવક્તાએ પોતાના વિચાર રજુ કરેલ.
   સમારંભમાં વિદ્યાવાન વક્તાઓ એ જણાવેલ કે ભારતની મહાનતા સમુદ્રતા અને અધ્યાત્મિકતા નો પરિચય જ્યારે જી-૨૦ સંમેલનમાં થઈ રહેલ છે ત્યારે સમાજના પરિવર્તનમાં જવાબદાર મીડિયા મહાનુભાવોનું શાંતિ સદભાવ માટે સક્ષમ મીડિયા સંમેલન સાચા અર્થમાં આબુ બ્રહ્માકુમારીઝની ભૂમિ પરથી દેશના ઉત્થાનમાં મહત્વની ભૂમિકા નિભાવશે. જે જોઞાનુજોઞ સંયોગ છે .જ્યારે મહત્વના વિષયે વિશ્વ નેતાઓ ચિંતન કરી રહેલ છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *