અમરોલી ના વિદ્યાર્થીઓ ની યુનિવર્સિટી ના કેમ્પસ વિઝિટ અને અંગ દાન જાગૃતિ કાર્યકમ માં હાજરી.

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રો. વી. બી. શાહ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, આર. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી. એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્ષ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન્સ એન્ડ સાયન્સ, અમરોલી ના એફ. વાય. બી. બી. એ.  ના 200 થી વધારે  વિદ્યાર્થીઓ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કેમ્પસ દર્શનનો કાર્યક્રમ તા.૧૧/૦૯/૨૦૨૩ના રોજ ના રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટો દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભ્યાસક્રમ, યુનિવર્સિટી નું વહીવટી તંત્ર અને પરિક્ષા તંત્ર કઈ રીતે કામ કરે છે તેની માહિતી માટે રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના સ્પોર્ટ કોમ્પ્લેક્સ માં સ્વિમિંગ પૂલ, બોક્સિંગ રિંગ, બેડમિન્ટન કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ અને એથ્લેટિક ટ્રેક, યુનિવર્સિટી ની લાઇબ્રેરી , વિવિધ અભ્યાસક્રમના ડિપાર્ટમેન્ટ, પરીક્ષા ભવન અને વહીવટી ભવનની મુલાકાત લેવામાં આવી હતી. યુનિવર્સિટી ના કેમ્પસ દર્શનનો કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટી દ્વારા આયોજિત અંગદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત ” અંગદાન સંકલ્પ” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી દિલીપ ભાઈ દેશમુખ (દાદા) દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં યુનિવર્સિટી ના વોઈસ ચાન્સેલર શ્રી ડો. કે એન ચાવડા સાહેબ તેમજ રજીસ્ટ્રાર શ્રી રમેશદાન ગઢવી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ સમગ્ર કેમ્પસ  દર્શન નું આયોજન અને સંચાલન કોલેજના આચાર્યશ્રી ડો. મુકેશ ગોયાણી  ના માર્ગદર્શન હેઠળ પ્રા ડો.નિલેશ પટેલ, પ્રા.રાકેશ પટેલ અને પ્રા. રશ્મિ નાયક દ્વારા સફળતાપુર્વક  પુર્ણ કરવામાં કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *