રિપોર્ટ, મયુર પટેલ






મહુવા તાલુકા સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અનાવલ શ્રી કે એલ પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે
દિગ્વિજય દિવસ નીમેતે “યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ જી ના જીવન ચરિત્ર પર વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ વક્તૃત્વ સ્પર્ધા મા અનાવલ શ્રી કે એલ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ નીદસ વિદ્યાથીનીઓ એ ભાગલીધો હતો આ વક્તૃત્વ સ્પર્ધા ખૂબ જ સરસ અને દરેક વિષય ને આવરી લઇ ને સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્રો ને બાળકો દ્વાર ખૂબ જ સરસ રીતે પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતુ આ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રાજપુરોહિત અંકિતા પુખરાજસિંહ, બીજા ક્રમાંકે પટેલ પલક સતિષભાઇ, અને ત્રીજા ક્રમાંકે પટેલ હેતાલી કિશોરભાઈ આવેલા હતા વિજેતા થનાર ત્રણેવ વિદ્યાર્થીને પ્રોત્સાહિત ઈનામ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ ગુજરાત રાજ્ય , મહુવા તાલુકા સંયોજક મયુર પટેલ દ્વારા આપવા મા આવ્યુ હતુ. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી કે એલ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ચૌધરી, અનિલભાઈ પટેલ, નરેદ્રભાઈ પરમાર, ભરતભાઈ, વિજય પટેલ, નિમેશભાઈચૌધરી,મુક્તિબેન પટેલ, આશબેન પરમાર દ્વારા ખૂબ મહેનત કરી હતી.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત જીલ્લા દ્વાર વક્તૃત્વ સ્પર્ધા કાર્યકર્મ દરેક મંડળ પર બે કાર્યક્રમ કરવામાં આવ્યો