



જીવન જયોત ટ્રસ્ટ અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ ઓફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ), વી.એલ.શાહ કોલેજ ઓફ કોર્મસ (ગુજરાતી માધ્યમ), સુટેક્ષ બેંક કોલેજ ઓફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ અમરોલીમાં તા.૧૨-૦૯-૨૦૨૩ના રોજ ભારતીય જ્ઞાન પરંપરા અંર્તગત કોલેજના સ્ટાફ સભ્યો તેમજ કોલેજના પ્રથમ વર્ષ બી.સી.એ. નાં વિદ્યાર્થીઓ માટે સેમીનારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સૌ પ્રથમ દિપપ્રાગત્ય અને પ્રાર્થના થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમારંભના મુખ્ય વકતા શ્રી બાલાજી રાજે ( કો-ઓર્ડિનેટર , સેન્ટર ફોર હિન્દુ સ્ટડી,વી.એન.એસ.જી.યુ. સુરત) હાજર રહયા હતા. તેમણે પવર્તમાન સંજાેગોમાં વિદ્યાર્થીના અભ્યાસની સાથે-સાથે ભારતનાં વિશાળ ઇતિહાસની માહિતી પણ મેળવે એ માટે ભારતીય જ્ઞાન પરંપરા કોર્ષનુ મહત્વ તર્કસંગત સમજાવ્યું હતુ. સેમીનાર માં કુલ ૨૦૦ થી વધારે જેટલા કોલેજ પ્રથમ વર્ષ્ાના બી.સી.એ.નાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજનાં સ્ટાફ સભ્યો હાજર રહયા હતા. જીવન જયોત ટ્રસ્ટ, અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, માનદ્મંત્રી શ્રી અશ્વિનભાઇ પટેલે કાર્યક્રમની સફળતા અંગે શુભેચ્છા પાઠવી હતી. સંમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણીના માર્ગદર્શન હેઠળ સંચાલન અને આભાર વિધી પ્રા.વિરલ પૉલીશવાલાએે કરી હતી. અંતે રાષ્ટ્રગીત થી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.